પ્લેયર ઑફ ધ મૅચ બનેલા આ પ્લેયરે આ પ્રદર્શનના આધારે ભારતીય ફાસ્ટ બોલર્સના એક રેકૉર્ડ લિસ્ટમાં પહેલું સ્થાન મેળવી લીધું છે
બાઉન્ડરી પાસે ડાઇવ લગાવીને ડેવોલ્ડ બ્રેવિસનો શાનદાર કૅચ પકડ્યો હતો હૈદરાબાદના ફીલ્ડર કામિન્દુ મેન્ડિસે.
સનરાઇઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર હર્ષલ પટેલે શુક્રવારે ચેન્નઈ સુપર કિંગ્સ સામે ૨૮ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. પ્લેયર ઑફ ધ મૅચ બનેલા આ પ્લેયરે આ પ્રદર્શનના આધારે ભારતીય ફાસ્ટ બોલર્સના એક રેકૉર્ડ લિસ્ટમાં પહેલું સ્થાન મેળવી લીધું છે. તેણે આ મૅચમાં ૪૦૦મી T20 મૅચ રમી રહેલા મહેન્દ્ર સિંહ ધોનીને IPLમાં ચોથી વાર આઉટ કર્યો હતો.
ગુજરાતમાં જન્મેલા આ ૩૪ વર્ષના ફાસ્ટ બોલરે જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમાર જેવા ભારતીય ફાસ્ટ બોલર્સને પછાડીને IPLમાં સૌથી વધુ વખત ૪ કે એથી વધુ વિકેટ લેવાનો રેકૉર્ડ કર્યો છે. હર્ષલ પટેલ આ પહેલાં મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ સામે બે-બે વખત ૪ કે એથી વધુ વિકેટ લઈ ચૂક્યો છે.
ADVERTISEMENT
કામિન્દુ મેન્ડિસનો સુપરમૅન કૅચ જોઈને બોલર હર્ષલ પટેલ પણ ચોંકી ગયો હતો.
ભારતીય ફાસ્ટ બોલર્સ દ્વારા IPLમાં સૌથી વધુ ૪+ વિકેટો
હર્ષલ પટેલ (૧૧૧ ઇનિંગ્સ) - ૫
લક્ષ્મીપતિ બાલાજી (૭૩ ઇનિંગ્સ) - ૪
મોહિત શર્મા (૧૧૮ ઇનિંગ્સ) - ૪
જસપ્રીત બુમરાહ (૧૩૮ ઇનિંગ્સ) - ૪
ભુવનેશ્વર કુમાર (૧૮૪ ઇનિંગ્સ) - ૪
|
IPLમાં કોણ કેટલા પાણીમાં? |
||||||
|
ટીમ |
મૅચ |
જીત |
હાર |
નો-રિઝલ્ટ |
નેટ રન-રેટ |
પૉઇન્ટ |
|
ગુજરાત |
૮ |
૬ |
૨ |
૦ |
+૧.૧૦૪ |
૧૨ |
|
દિલ્હી |
૮ |
૬ |
૨ |
૦ |
+૦.૬૫૭ |
૧૨ |
|
બૅન્ગલોર |
૯ |
૬ |
૩ |
૦ |
+૦.૪૮૨ |
૧૨ |
|
પંજાબ |
૯ |
૫ |
૩ |
૧ |
+૦.૧૭૭ૈ |
૧૧ |
|
મુંબઈ |
૯ |
૫ |
૪ |
૦ |
+૦.૬૭૩ |
૧૦ |
|
લખનઉ |
૯ |
૫ |
૪ |
૦ |
-૦.૦૫૪ |
૧૦ |
|
કલકત્તા |
૯ |
૩ |
૫ |
૧ |
+૦.૨૧૨ |
૭ |
|
હૈદરાબાદ |
૯ |
૩ |
૬ |
૦ |
-૧.૧૦૩ |
૬ |
|
રાજસ્થાન |
૯ |
૨ |
૭ |
૦ |
-૦.૬૨૫ |
૪ |
|
ચેન્નઈ |
૯ |
૨ |
૭ |
૦ |
-૧.૩૦૨ |
૪ |
|
નોંધ - હારની બાજુમાં નો-રિઝલ્ટની લાઇન ઉમેરી છે. |
||||||


