Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ગુજરાતે માત્ર ત્રણ વિકેટ ગુમાવીને ૧૯૮ રન ફટકાર્યા, કલકત્તા ૧૫૯ રન કરીને ૩૯ રને હાર્યું

ગુજરાતે માત્ર ત્રણ વિકેટ ગુમાવીને ૧૯૮ રન ફટકાર્યા, કલકત્તા ૧૫૯ રન કરીને ૩૯ રને હાર્યું

Published : 22 April, 2025 08:04 AM | IST | Kolkata
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શુભમન ગિલ અને સાઈ સુદર્શને ભારતીય જોડી તરીકે ટુર્નામેન્ટમાં સૌથી વધુ ૧૦૦ પ્લસ રનની પાર્ટનરશિપ કરી

પ્રસિદ્ધ ક્રિષ્ના અને સાઈ સુદર્શન

પ્રસિદ્ધ ક્રિષ્ના અને સાઈ સુદર્શન


IPL 2025ની ૩૯મી મૅચમાં ગુજરાત ટાઇટન્સે હોમ ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ૩૯ રને જીત મેળવી હતી. ગુજરાતે કૅપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શન વચ્ચેની રેકૉર્ડ છઠ્ઠી ૧૦૦ પ્લસ રનની પાર્ટનરશિપના આધારે માત્ર ત્રણ વિકેટ ગુમાવીને ૧૯૮ રન ફટકાર્યા હતા. ૧૯૯ રનના ટાર્ગેટ સામે કલકત્તા આઠ વિકેટ ગુમાવીને ૧૫૯ રન જ કરી શક્યું હતું.. ઈડન ગાર્ડન્સમાં બન્ને ટીમ વચ્ચે આ બીજી ટક્કર હતી અને બન્નેમાં ગુજરાતે બાજી મારી છે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન કલકત્તા સામે ગુજરાતે ચૅમ્પિયન જેવી રમત બતાવીને પૉઇન્ટ-ટેબલમાં નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું હતું. ડિફેન્ડિંગ ચૅમ્પિયન કલકત્તાની બૅટિંગ સમયે પહેલી ઓવરથી જ ગુજરાતના બૉલર્સનો દબદબો જોવા મળ્યો હતો. ખરાબ ઓપનિંગ બાદ કૅપ્ટન અજિંક્ય રહાણે (૩૬ બૉલમાં ૫૦ રન)એ બીજી વિકેટ માટે સુનીલ નારાયણ (૧૩ બૉલમાં ૧૭ રન) સાથે અને ત્રીજી વિકેટ માટે વાઇસ-કૅપ્ટન વેન્કટેશ ઐયર (૧૯ બૉલમાં ૧૪ રન) સાથે ૪૧-૪૧ રનની પાર્ટનરશિપ કરીને ટીમની ઇનિંગ્સ સંભાળી હતી. ઑલરાઉન્ડર આન્દ્રે રસેલ (૧૫ બૉલમાં ૨૧ રન) અને અંગક્રિશ રઘુવંશી (૧૩ બૉલમાં ૨૭ રન અણનમ)ની પ્રભાવશાળી ઇનિંગ્સ છતાં કલકત્તા ટાર્ગેટની નજીક પહોંચી શક્યું નહોતું. ગુજરાત માટે ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના અને સ્પિનર રાશિદ ખાને સૌથી વધુ બે-બે વિકેટ ઝડપી હતી.


IPLમાં કોણ કેટલા પાણીમાં?

ટીમ

મૅચ

જીત

હાર

નેટ રન-રેટ

પૉઇન્ટ

ગુજરાત

+.૧૦૪

૧૨ 

દિલ્હી

+.૫૮૯

૧૦

બૅન્ગલોર

+.૪૭૨

૧૦

પંજાબ

+.૧૭૭

૧૦

લખનઉ

+.૦૮૮

૧૦ 

મુંબઈ

+.૪૮૩

કલકત્તા

+.૨૧૨

રાજસ્થાન

-.૬૩૩

હૈદરાબાદ

-.૨૧૭

ચેન્નઈ

-.૩૯૨



ઑરેન્જ કૅપ અને પર્પલ કૅપ બન્ને હવે ગુજરાત પાસે


ગુજરાતના ઓપનર સાઈ સુદર્શન (૪૧૫ રન) સાથે ઑરેન્જ કૅપ અને ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના (૧૬ વિકેટ) પર્પલ કૅપ હોલ્ડર છે. છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી લખનઉના નિકોલસ પૂરન (૩૬૮ રન) અને ચેન્નઈનો સ્પિનર નૂર અહમદ (૧૨ વિકેટ) આ રેસમાં સૌથી આગળ હતા.


Whatsapp-channel Whatsapp-channel

22 April, 2025 08:04 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK