Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > દિલ્હીએ આજથી શરૂ કરીને હવે બધી મૅચ જીતવી જરૂરી

દિલ્હીએ આજથી શરૂ કરીને હવે બધી મૅચ જીતવી જરૂરી

07 May, 2024 06:43 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજસ્થાન આજની મૅચ જીતીને પ્લેઆૅફ માટે ક્વૉલિફાય થઈ જશે

રિષભ પંત , સંજુ સેમસન

IPL 2024

રિષભ પંત , સંજુ સેમસન


આજની મૅચ :દિલ્હી કૅપિટલ્સ v/s રાજસ્થાન રૉયલ્સ,  સાંજે ૭.૩૦ વાગ્યે,  દિલ્હી
આવતી કાલની મૅચ : સનરાઇઝર્સ હૈદરાબાદ v/s લખનઉ સુપર જાયન્ટ્સ, સાંજે ૭.૩૦ વાગ્યે,  હૈદરાબાદ

દેશની રાજધાની દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૫૭મી મૅચ દિલ્હી કૅપિટલ્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે રમાશે. રિષભ પંતની ટીમ માટે આજથી ‘કરો યા મરો’ જેવી પરિસ્થિતિ છે, જ્યારે સંજુ સૅમસનની ટીમ પાસે આજની મૅચ જીતીને પ્લેઑફ માટે ક્વૉલિફાય થવાની સ્વર્ણિમ તક છે.  IPL પ્લેઑફની રેસમાં રહેવા માટે દિલ્હી કૅપિટલ્સની ટીમ ૧૦ પૉઇન્ટ્સ સાથે ટેબલમાં છઠ્ઠા ક્રમે છે. પ્લેઑફ કટઑફ ૧૬ પૉઇન્ટ મેળવવા માટે આ ટીમે આજે રાજસ્થાન, ૧૨ મેએ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ અને ૧૪ મેએ લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મૅચ જીતવી જ પડશે. રાજસ્થાનની ટીમ ૧૬ પૉઇન્ટ્સ સાથે ટેબલમાં બીજા ક્રમે છે. સીઝનમાં માત્ર બે હાર મેળવનારી આ ટીમ આજની મૅચ જીતીને પ્લેઑફ માટે ક્વૉલિફાય થનારી પ્રથમ ટીમ બની શકે છે. ૨૮ માર્ચે રાજસ્થાન સામે મળેલી ૧૨ રનની હારનો બદલો આજે પોતાના હોમગ્રાઉન્ડ પર લઈને દિલ્હી પોતાનો હેડ ટુ હેડ રેકૉર્ડ સુધારવાનો પણ પ્રયાસ કરશે. 

પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન મસ્તી કરતા પૃથ્વી શૉ-રિયાન પરાગ (ડાબે) અને યુઝવેન્દ્ર ચહલ-કુલદીપ યાદવ.



હેડ ટુ હેડ રેકૉર્ડ

 કુલ મૅચ

૨૮

 દિલ્હીની જીત

૧૩

 રાજસ્થાનની જીત

૧૫


 


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2024 06:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK