Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL 2024 Match 33 MI vs PBKS: મુંબઈને મળ્યું નવ-જીવન, કમનસીબ પંજાબ ફરી હાર્યું

IPL 2024 Match 33 MI vs PBKS: મુંબઈને મળ્યું નવ-જીવન, કમનસીબ પંજાબ ફરી હાર્યું

19 April, 2024 10:37 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

૧૯૩ રનના ટાર્ગેટ સામે પંજાબે એક સમયે ૧૪ રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી પણ ફરીએકવાર શશાંક સિંહ અને આશુતોષ શર્માએ પરચો બતાવ્યો પણ ટીમને જીત ન અપાવી શક્યા

તસવીર: આઈપીએલ ડૉટ કૉમ

તસવીર: આઈપીએલ ડૉટ કૉમ


કી હાઇલાઇટ્સ

  1. સીઝનમાં સ્ટ્રગલ કરી રહેલા મુંબઈ ટીમને નવ રનથી જીત
  2. ૧૯૩ રનના ટાર્ગેટ સામે પંજાબે એક સમયે ૧૪ રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી
  3. પંજાબની સતત ત્રીજી મૅચમાં છેલ્લી ઓવરમાં હાર્યું

બુધવારે ગુજરાત અને દિલ્હી વચ્ચેના વનસાઇડેડ મુકાબલા બાદ ગઈ કાલે ફરી આઇપીએલ (IPL 2024 Match 33 MI vs PBKS) તેના અસલી રંગમા આવી ગઈ હતી વધુ એક થ્રીલરનો રોમાંચ માણવા મળ્યો હતો. આ સીઝનમાં ચોથી અને સતત ત્રીજી મૅચમાં છેલ્લી ઓવરમાં પંજાબના હાથમાંથી જીત છીનવાઈ ગઈ હતી. પંજાબ આ પહેલા હૈદરાબાદ સામે છેલ્લા બૉલે માત્ર બે રનથી અને રાજસ્થાન સામે સેકન્ડ લાસ્ટ બૉલે ૩ વિકેટથી હારી ગયું હતું. ગઈ કાલે છેલ્લી ઓવરમાં પહેલા બૉલે ૧૯૨ રનના ટાર્ગેટ સામે ૧૮૩ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગયું હતું.

મુંબઈ નવથી સાતમાં ક્રમાંકેસાતમી મૅચમાં ત્રીજી જીત મેળવીને મુંબઈ ૬ પૉઇન્ટ અને -૦.૧૩૩ની રનરેટ સાથે પૉઇન્ટ ટેબલમાં નવમાંથી છઠ્ઠા કમાકે છલાંગ મારી હતી. જ્યારે પંજાબ સાતમી મૅચમાં પાંચમી હાર સાથે નવમાં ક્રમાંકે ધકેલાઈ ગયું છે.


ટ્રોફી સાથે કૅપ મેળવી બુમરાહે

મુંબઈની ગઈ કાલની જીતનો હીરો બન્યો હતો જસપ્રિત બુમરાહ. બુમરાહે તેના અંદાજમાં ૨૧ રન આપીને ૩ વિકેટ સાથે પંજાબની કમરતોડી નાખી હતી. મૅન ઑફ ધ મૅચની ટ્રોફિ સાથે બુમરાહે સીઝનમાં સૌથી વધુ ૧૩ વિકેટ સાથે પર્પલ કૅપ પણ પહેરી લીધી હતી.


લૅન્ડમાર્ક ૨૫૦મી મૅચ, ૨૭૫ સિક્સર

પંજાબે ટૉસ જીતીને મુંબઈ ટીમને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. મુંબઈના ભૂતપર્વ કૅપ્ટન અને ઓપનર રોહિતની આ લૅન્ડમાર્ક ૨૫૦મી મૅચ હતી. આવી કમાલ કરનાર એ મહેન્દ્ર સિંહ ધોની (૨૫૬ મૅચ) બાદ બીજો ખેલાડી બની ગયો હતો. રોહિતે ૨૫ બૉલમાં ૩ સિક્સર અને બે ફોર સાથે ૨૫ બૉલમાં ૩૬ રનની ઇનિંગ્સ સાથે મુંબઈની આક્રમક શરૂઆત કરાવી આપી હતી. આ ૩ સિક્સરો સાથે રોહિત આઇપીએલમાં તેની સિક્સરોનો આંકડો સેકન્ડ હાઈએસ્ટ ૨૭૫નો થઈ ગયો હતો. ક્રિસ ગેઇલ ૩૫૭ સિક્સરો સાથે ટૉપમાં છે. આ ઉપરાંતે રોહિત મુંબઈનો સિક્સર કિંગ પણ બની ગયો હતો. રોહિત મુંબઈ વતી ૨૨૪ સિક્સર સાથે કાયરન પોલાર્ડ (૨૨૩)ના રેકોર્ડને તોડી નાખ્યો હતો.

રોહિત શર્મા આ ઉપરાંત આઇપીએલમાં ૬૫૦૦ રનનો માઇલસ્ટૉન પર પાર કરી લીધો હતો. રોહિતે ૨૫૦ મૅચમાં ૬૫૦૮ રન થઈ ગયા છે. આઇપીએલમાં સૌથી વધુ રન બનાવવાને મામલે વિરાટ કોહલી (૭૬૨૪), શિખર ધવન (૬૭૬૯) અને ડેવિડ વોર્નર (૬૫૬૩) બાદ રોહિત શર્મા ચોથા ક્રમાંકે છે. 

ફરી સૂર્યા ચમક્યો

મુંબઈને ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૯૨ રનના સ્કોર સુધી જવામાં સૌથી મોટો ફાળો સૂર્યકુમાર યાદવનો હતો. સૂર્યકુમારે ૫૩ બૉલમાં ૩ સિક્સર અને સાત ફોર સાથે ૭૮ રનની અફલાતુન ઇનિંગ્સ રમ્યો હતો. સૂર્યકુમારને રોહિત શર્મા (૩૬) અને તિલક વર્મા (૩૪)નો ઉપયોગ સાથ મળ્યો હતો. પંજાબ વતી હર્ષલ પટેલ સૌથી વધુ ૩‌ વિકેટ જ્યારે કૅપ્ટન સૅમ કરૅને બે અને કૅગિસો રબાડાને એક વિકેટ મળી હતી. 

શશાંક-આશુતોષ પંજાબના ખરા કિંગ

૧૯૩ રનના ટાર્ગેટ સામે જસપ્રિત બુમરાહ અને ‌ગેરાલ્ડ કૉએત્ઝી આપેલા ડબલ ઝટકાને લીધે પંજાબે ૨.૧ ઓવરમાં જ માત્ર ૧૪ રનમાં ટૉપ ફોર ખેલાડીઓ (સૅમ કરન ૬, પ્રભસિમરન સિંહ ૦, ‌રાઇલી રેસો ૧, અને લિયામ લિવિંગસ્ટૉન ૧) ગુમાવી દીધા હતાં. હરપ્રિત સિંહ (૧૩)ને ૪૯ રનના સ્કોર પર અને ૭૭ રનના સ્કોર પર છઠ્ઠી વિકેટના રૂપમાં જિતેશ શર્મા (૦)ને ગુમાવીને ઓલમોસ્ટ હથિયાર નાખી દીધા હતાં. પણ અત્યાર સુધી જોવા મળ્યું છે એમ પંજાબના લોઅર મિડલ ઓર્ડરે દમ બતાવ્યો હતો. શશાંક સિંહ (૨૫ બૉલમાં ૪૧)ના પ્રતિકાર બાદ આશુતોષ શર્મા (૨૮ બૉલમાં સાત સિક્સર અને બે ફોર સાથે ૬૧ રન)એ સૂર્યકુમારની સ્ટાઇલમાં ફટકાબાજી કરીને મુંબઈ કૅમ્પમાં સોપો પાડી દીધો હતો. પંજાબને એક સમયે ૨૪ બૉલમાં ૨૮ રનની જરૂરત હતી અને ૩ વિકેટ હાથમાં હતી. બુમરાહ ફરી મુંબઈને વહારે આવ્યો હતો અને ૧૭મી ઓવરમાં તેણે માત્ર ૩ જ રન આપ્યા હતાં. કૉએત્ઝીએ ૧૮મી ઓવરમાં પહેલા જ બૉલે ડેન્જરમૅન આશુતોષ શર્માને આઉટ કરીને મુંબઈની જીત પાકી કરી નાખી હતી એ એ ઓવરમાં તેણે માત્રે બે જ રન આપ્યા હતાં. હવે પંજાબને ૧૨ બૉલમાં ૨૩ રનની જરૂરત હતી. હાર્દિક પંડ્યાએ ફેકેલી ૧૯મી ઓવરમાં ૧૧ રન બન્યા હતાં અને એક વિકેટ પણ ગઈ હતી. પંજાબને છેલ્લી ઓવરમાં ૧૨ રનની જરૂરત હતી. છેલ્લી ઓવરની જવાબદારી આકાશ મધવાલને આપવામાં આવી હતી. પહેલો બૉલે તેણે વાઇટ ફેક્યો હતો બણ ત્યાર પછીના બૉલે રિસ્કી રન લેવાનાં ચક્કરમાં કૅગિસો રબાડા રન-આઉટ થઈ ગયો હતો અને પંજાબ ઑલઆઉટ થઈ ગયું હતું અને મુંબઈ ૯ રનથી જીતી ગયું હતું.

હવે ટક્કર કોની સામે?

મુંબઈ હવે સોમવારે જયપુરમાં રાજસ્થાન સામે જ્યારે પંજાબ રવિવારે મુલ્લાનપુરમાં જ ગુજરાત સામે ટકારાશે.

આઇપીએલ ૨૦૨૪નું પૉઇન્ટ ટેબલ

ટીમ મૅચ જીત હાર પૉઇન્ટ રનરેટ
રાજસ્થાન ૧૨ ૦.૬૭૭
કલકત્તા ૧.૩૯૯
ચેન્નઈ ૦.૭૨૬
હૈદરાબાદ ૦.૫૦૨
લખનઉ ૦.૦૩૮
દિલ્હી -૦.૦૭૪
મુંબઈ -૦.૧૩૩
ગુજરાત -૧.૩૦૩
પંજાબ -૦.૨૫૧
બૅન્ગલોર -૧.૧૮૫

સૌથી વધુ આઇપીએલ મૅચ રમનાર ખેલાડીઓ

ખેલાડી મૅચ
મહેન્દ્ર સિંહ ધોની ૨૫૬
રોહિત શર્મા ૨૫૦
દિનેશ કાર્તિક ૨૪૯
વિરાટ કોહલી ૨૪૪
રવીન્દ્ર જાડેજા ૨૩૨
Whatsapp-channel Whatsapp-channel

19 April, 2024 10:37 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK