ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL 2024)નું શેડ્યૂલ આવી જાહેર થઈ ગયું છે. આ જાહેરાત આજે (22 ફેબ્રુઆરી) કરવામાં આવી હતી
પ્રતીકાત્મક તસવીર
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL 2024)નું શેડ્યૂલ આવી જાહેર થઈ ગયું છે. આ જાહેરાત આજે (22 ફેબ્રુઆરી) કરવામાં આવી હતી. આઈપીએલ (IPL 2024)ના શિડ્યુલની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી. IPLમાં પ્રથમ મેચ મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને વિરાટ કોહલી (Virat Kohli)ની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચ ચેન્નાઈમાં રમાશે. સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પ્રથમ 21 મેચો માટે 22 માર્ચથી 7 એપ્રિલ સુધીનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે.
IPL 2024ની શરૂઆતની મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે 22 માર્ચે રમાશે. આઈપીએલની (IPL 2024) ફાઈનલ 26 મેના રોજ રમાય તેવી શક્યતા છે. આઈપીએલ 2024 પણ આઈપીએલની 2023 સીઝન જેવી જ હશે. તેમાં 74 મેચ રમાશે, પરંતુ ગયા વર્ષે 60 દિવસની જગ્યાએ આ વખતે 67 દિવસની મેચો રમાશે. સામાન્ય ચૂંટણીને કારણે આઈપીએલનું શિડ્યુલ એક સપ્તાહ લંબાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
જ્યારે 2019માં દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી, ત્યારે પણ આવો જ અભિગમ અપનાવવામાં આવ્યો હતો, ત્યારે પણ આઈપીએલનું શેડ્યૂલ બે ભાગમાં આવ્યું હતું.
બાકીનું સમયપત્રક ક્યારે જાહેર થશે?
IPLના અધ્યક્ષ અરુણ ધૂમલે પહેલાં જ કહ્યું હતું કે IPL 22 માર્ચથી શરૂ થશે અને IPL શેડ્યૂલ ટુકડાઓમાં આવશે. સૌથી પહેલા IPLના પહેલાં તબક્કાના શેડ્યૂલની જાહેરાત કરવામાં આવશે, ત્યારબાદ સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ IPLના બીજા શેડ્યૂલની જાહેરાત કરવામાં આવશે.