દિગ્ગજો સૂર્યકુમાર યાદવની ૪૯ બૉલમાં નૉટઆઉટ ૧૦૩ રનની ઇનિંગ્સ પર આફરીન પોકારી ગયા છે
સૂર્યકુમાર યાદવ
સૂર્યકુમાર યાદવે ફટકારેલી આઇપીએલના પોતાના કરીઅરની પહેલી સેન્ચુરીને કારણે શુક્રવારે મુંબઈએ ગુજરાતને ૨૭ રનથી હરાવ્યું હતું. તમામ દિગ્ગજો સૂર્યકુમાર યાદવની ૪૯ બૉલમાં નૉટઆઉટ ૧૦૩ રનની ઇનિંગ્સ પર આફરીન પોકારી ગયા છે. વીરેન્દર સેહવાગે તેની ઇનિંગ્સની પ્રશંસા કરતાં કહ્યું કે ‘સૂર્યાની ઇનિંગ્સે આ ટુર્નામેન્ટના રોમાંચને વધારી દીધો છે. તેણે પોતાની આક્રમક ઇનિંગ્સને લીધે ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓને પણ તેના ફૅન બનાવ્યા છે. જે રીતે સૂર્યાની પ્રશંસા ગુજરાતના ખેલાડીઓ કરતા હતા એ જોવાલાયક હતું. એ દર્શાવે છે કે સૂર્યા મહાન બૅટર્સ છે. હવે અમે પૂરા વિશ્વાસ સાથે કહી શકીએ છીએ કે સૂર્યા હૈ તો મુમકિન હૈ.’


