હૈદરાબાદ સામે ઓપનિંગ જોડીએ પાર્ટનરશિપમાં બનાવ્યા ૮૭૨ રન : બે વર્ષ પહેલાં એબીડી સાથે વિરાટે ૯૩૯ રન બનાવેલા
IPL 2023
ગુરુવારે આઇપીએલની છઠ્ઠી સદી પૂરી કર્યા બાદ વિરાટ કોહલી અને તેનો ઓપનિંગ પાર્ટનર કૅપ્ટન ફૅફ ડુ પ્લેસી. (તસવીર : પી. ટી. આઇ.)
વિરાટ કોહલીએ આઇપીએલમાં અને ખાસ કરીને રૉયલ ચૅલેન્જર્સ (આરસીબી) વતી ઘણા વિક્રમ કર્યા છે, પણ ગુરુવારે તે રનની ભાગીદારીની બાબતમાં પોતાના જ અગાઉના એક વિક્રમની નજીક પહોંચી ગયો છે, જે એક નવાઈ કહેવાય. આઇપીએલની આ સીઝનમાં કોહલી અને આરસીબીના કૅપ્ટન ફૅફ ડુ પ્લેસી વચ્ચે ભાગીદારીમાં કુલ ૮૭૨ રન બન્યા છે. અત્યાર સુધી તમામ આઇપીએલની પ્રત્યેક સીઝનમાં ઓપનિંગ જોડીઓ દ્વારા જે હાઇએસ્ટ રન બન્યા છે એમાં કોહલી અને ડુ પ્લેસીના આ ૮૭૨ રન હાઇએસ્ટ છે. જોકે આઇપીએલની એક સીઝનમાં ઓપનિંગ સિવાયની તમામ જોડીઓ દ્વારા ભાગીદારીઓમાં જે રન બન્યા છે એમાં કોહલી અને ભૂતપૂર્વ ખેલાડી એ. બી. ડિવિલિયર્સની જોડીનો ૯૩૯ રનનો રેકૉર્ડ છે. તેમણે આ ૯૩૯ રન ૨૦૧૬ની આઇપીએલમાં બનાવ્યા હતા.
ગુરુવારે બૅન્ગલોરે હૈદરાબાદને હૈદરાબાદમાં ૮ વિકેટે હરાવ્યું હતું.
ADVERTISEMENT
કોહલીના એકસાથે વધુ બે વિક્રમ
આઇપીએલમાં કોહલીની કુલ ૬ સેન્ચુરી થઈ છે અને તેણે આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી વધુ ૬ સદી ફટકારનાર ક્રિસ ગેઇલના વિક્રમની બરાબરી કરી લીધી છે. જોકે ગેઇલ બૅન્ગલોર ઉપરાંત પંજાબ વતી પણ રમ્યો હતો, જ્યારે કોહલી ફક્ત બૅન્ગલોર વતી રમે છે. આઇપીએલમાં સૌથી વધુ સેન્ચુરી ફટકારનાર ભારતીયોમાં કોહલી કુલ ૬ સેન્ચુરી સાથે મોખરે છે. કે. એલ. રાહુલ ૪ સેન્ચુરી સાથે બીજા સ્થાને છે. કોહલીએ ૨૦૧૬ની એક સીઝનમાં વિક્રમજનક ૪ સદી ફટકારી હતી.
ટી૨૦ ક્રિકેટમાં કોહલીની કુલ ૭ સદી થઈ છે અને ભારતીયોમાં આ ફૉર્મેટમાં ૬-૬ સદી ફટકારનાર કે. એલ. રાહુલ અને રોહિત શર્માથી કોહલી એક ડગલું આગળ થઈ ગયો છે.
આઇપીએલમાં કોહલીની ચાર વર્ષ બાદ સદી |
|||
સીઝન |
હરીફ |
સ્કોર |
ક્યાં |
૨૦૧૬ |
પંજાબ |
૧૧૩ |
બૅન્ગલોરમાં |
૨૦૧૬ |
ગુજરાત લાયન્સ |
૧૦૯ |
બૅન્ગલોરમાં |
૨૦૧૬ |
પુણે |
૧૦૮* |
બૅન્ગલોરમાં |
૨૦૧૬ |
ગુજરાત લાયન્સ |
૧૦૦* |
રાજકોટમાં |
૨૦૧૯ |
કલકત્તા |
૧૦૦ |
કલકત્તામાં |
પહેલી વાર એક જ મૅચમાં બે હરીફ ખેલાડીની સદી
ગુરુવારે આઇપીએલમાં એક મૅચમાં બે હરીફ ખેલાડીની સેન્ચુરીની પહેલી જ ઘટના બની હતી. હૈદરાબાદના ક્લાસને ૧૦૪ રન બનાવ્યા બાદ વિરાટ કોહલીએ ૧૦૦ રન બનાવ્યા હતા. એક મૅચમાં એક જ ટીમના બે બૅટરે સદી ફટકારી હોય એવું અગાઉ બે વખત બની ગયું હતું ઃ ૨૦૧૬માં બૅન્ગલોરના કોહલી (૧૦૯) તથા ડિવિલિયર્સ (૧૨૯ અણનમ), ગુજરાત લાયન્સ સામે અને ૨૦૧૯માં હૈદરાબાદના ડેવિડ વૉર્નર (૧૦૦ અણનમ) તથા જૉની બેરસ્ટૉ (૧૧૪ રન), બૅન્ગલોર સામે.
2
ગુરુવારે સેન્ચુરી ફટકારનાર આટલા બૅટરે સિક્સર ફટકારીને સદી પૂરી કરી હતી. હૈદરાબાદના ક્લાસન ૯૭મા રન પરથી ૧૦૩ના સ્કોર પર અને કોહલી ૯૪મા રન પરથી ૧૦૦ના સ્કોર પર પહોંચી ગયો હતો.
૨૦૨૧ની આઇપીએલમાં એ. બી. ડિવિલિયર્સ સાથે વિરાટ કોહલી
મેં અને ડુ પ્લેસીએ આ સીઝનમાં પાર્ટનરશિપમાં ૯૦૦ જેટલા રન બનાવ્યા છે. હું ડિવિલિયર્સ સાથેની જોડીમાં રમતો હતો એવો જ અહેસાસ હવે મને ડુ પ્લેસી સાથેની ભાગીદારીમાં થઈ રહ્યો છે. અમારા બન્ને વચ્ચે પણ બહુ સારો તાલમેલ છે. : વિરાટ કોહલી