Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Royal Chengers Bangalore

લેખ

રજત પાટીદાર મનીષ અને વિરાટ કોહલી (તસવીર: X)

યુવકને મળ્યો RCBના રજત પાટીદારનો નંબર અને આવવા લાગ્યા વિરાટ કોહલીના ફોન...

શરૂઆતમાં તેને મજાક તરીકે અવગણવામાં આવ્યો, પરંતુ થોડા દિવસોમાં મનીષને અજાણ્યા નંબરો પરથી ફોન આવવા લાગ્યા. ફોન કરનારાઓએ પોતાને વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સ જેવા દિગ્ગજ ખેલાડીઓ તરીકે ઓળખાવ્યા હતા. મનીષે પણ મસ્તીના મૂડમા જવાબ આપ્યો.

11 August, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
લલિત મોદી અને વિજય માલ્યા

૧૫ વર્ષ બાદ ક્રિકેટ સ્ટેડિયમ પહોંચેલા લલિત મોદી IPL લોગોવાળી ટાઈ પહેરીને ચમક્યા

લલિત મોદી સાથે RCBનો ભૂતપૂર્વ માલિક વિજય માલ્યા પણ જોવા મળ્યો

02 August, 2025 02:18 IST | London | Gujarati Mid-day Correspondent
મોઈન અલી

RCBએ ૨૦૧૯માં વિરાટ કોહલીના સ્થાને પાર્થિવ પટેલને કૅપ્ટન્સી આપવાનું વિચાર્યું હતુ

૨૦૧૯માં વિરાટ કોહલીની કૅપ્ટન્સીમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) ૧૪માંથી માત્ર પાંચ જીત સાથે પૉઇન્ટ ટેબલમાં ૧૧ પૉઇન્ટ સાથે તળિયે હતું.

30 July, 2025 02:47 IST | London | Gujarati Mid-day Correspondent
યશ દયાલ (તસવીર: X)

RCBના બૉલર યશ દયાલ પર હવે સગીરાએ મૂક્યો બળાત્કારનો આરોપ, POCSO હેઠળ FIR દાખલ

નવા આરોપ પહેલા, યુપીના ગાઝિયાબાદની એક છોકરીએ પણ દયાલ પર લગ્નના બહાને બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો હતો. ગાઝિયાબાદની એક મહિલાએ દયાલ પર જાતીય સતામણી અને શોષણનો આરોપ લગાવ્યા બાદ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 69 હેઠળ દયાલ પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

26 July, 2025 06:35 IST | Jaipur | Gujarati Mid-day Online Correspondent

ફોટા

ગ્રાઉન્ડ પર આરસીબીના વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા સાથે ક્યુટ મુમેન્ટ્સ (તસવીરોઃ પીટીઆઇ, સોશ્યલ મીડિયા)

IPL 2025 Finalsમાં વિરાટ-અનુષ્કાની જાદુકી જપ્પી, મસ્તીએ જીત્યાં કરોડોના દિલ

મંગળવારે અમદાવાદ (Ahmedabad)ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (Royal Challengers Bengaluru)એ પંજાબ કિંગ્સને હરાવીને ૧૮ વર્ષના દુષ્કાળ પછી પહેલી વાર ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League – IPL)નું ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો. જીત મેળવવા માટે ભલે ૧૧ ખેલાડીઓ લાગ્યા હોય, પરંતુ બધાની નજર ભારતના દિગ્ગજ વિરાટ કોહલી (Virat Kohli) પર હતી, કારણ કે તેણે આ ફ્રેન્ચાઇઝમાં પોતાનું સર્વસ્વ આપી દીધું અને સ્વપ્ન પૂર્ણ કર્યું. તેની પત્ની, અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) પણ સ્ટેડિયમમાં હતી, જે આખી મેચ દરમિયાન વિરાટ કોહલી અને આરસીબી (RCB) બંને માટે ચિયર્સ કરતી હતી. આઇપીએલ ૨૦૨૫ ફાઇનલ (IPL 2025 Finals) દરમિયાન અને જીત પછી મેચમાં વિરાટ કોહલી અને અનુષ્કાની ઘણી ક્યુટ મુમેન્ટ જોવા મળી હતી. વિરાટ-અનુષ્કાની આ તસવીરો દિલ જીતી રહી છે. તમે પણ જોઈ લો વિરુષ્કા (Virushka Moments in IPL 2025 Finals)નો અઢળક પ્રેમ. (તસવીરોઃ પીટીઆઇ)

05 June, 2025 06:57 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
IPL ફાઇનલ દરમિયાન ભારતીય સેનાને ટ્રિબ્યુટ (તસવીરો: BCCI)

Photos: IPL 2025 Final ઑપરેશન સિંદૂરને નામ, દેશભક્તિના ગીતોથી ગુંજ્યું સ્ટેડિયમ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે છે. આ મૅચ પહેલા એક સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહ `ઑપરેશન સિંદૂર` ને સમર્પિત હતો. (તસવીરો: BCCI)

04 June, 2025 06:56 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
BCCIના અધિકારીઓ અને બન્ને ટીમના કૅપ્ટનની હાજરીમાં IPLના ૧૮મા વર્ષની ઉજવણી માટે કેક કટિંગ કરવામાં આવી હતી.

IPLની ગ્લૅમરસ ઓપનિંગ સેરેમની

શાહરુખ ખાનની વિરાટ કોહલી અને રિન્કુ સિંહ સાથે ધમાલ, દિશા પાટની તથા શ્રેયા ઘોષાલ અને કરણ ઔજલાનો જલવો IPL 2025ની પહેલી મૅચ પહેલાં કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં ધમાકેદાર ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. બૉલીવુડ મેગાસ્ટાર શાહરુખ ખાને ઓપનિંગ સેરેમનીનું સંચાલન કર્યું હતું. તેણે કોલકાતા નાઇટ રાઇડર્સના સ્ટાર બૅટર રિન્કુ સિંહ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના અનુભવી બૅટર વિરાટ કોહલી સાથે સ્ટેજ પર પોતાનાં લોકપ્રિય સૉન્ગ પર ડાન્સ પણ કર્યો હતો. સિંગર શ્રેયા ઘોષાલ, પંજાબી સિંગર કરણ ઔજલા અને ઍક્ટ્રેસ દિશા પાટનીના પર્ફોર્મન્સે મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં આવેલા ક્રિકેટ-ફૅન્સને ઝૂમવા મજબૂર કર્યા હતા. બન્ને ટીમના કૅપ્ટન્સ અને ભારતીય ક્રિકેટ બોર્ડના અધિકારીઓની હાજરીમાં સ્ટેજ પર ટુર્નામેન્ટના ૧૮મા વર્ષની ઉજવણીના ભાગરૂપે મોટી કેક કાપવામાં આવી હતી. સતત ૧૮મી સીઝન સુધી રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ માટે રમવા બદલ વિરાટ કોહલીને સન્માનિત પણ કરવામાં આવ્યો હતો. શાનદાર આતશબાજી સાથે સમાપ્ત થયેલી ઓપનિંગ સેરેમનીમાં કિંગ ખાન અને કિંગ કોહલીએ હાજરી આપીને સેરેમનીની શોભા વધારી હતી.

24 March, 2025 07:00 IST | Kolkata | Gujarati Mid-day Correspondent
ક્રિકેટરોએ ઉજવી હોળી 2025 (તસવીર સૌજન્ય: મિડ-ડે)

IPL 2025 પહેલા ક્રિકેટરો હોળી રમવામાં મગ્ન! જુઓ આ આનંદના પળોની તસવીરો

આ વર્ષે હોળી એક જોવાલાયક દૃશ્ય બની ગયું, જ્યાં વિશ્વભરના ક્રિકેટરો રાષ્ટ્રીયતા અને સમુદાયોથી આગળ વધીને, રંગોના તહેવારનો આનંદ માણી રહ્યા હતા. (તસવીર સૌજન્ય: મિડ-ડે)

15 March, 2025 07:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

IPL 2025: ૮ વર્ષ પછી RCB ફાઇનલમાં! એબી ડી વિલિયર્સે વ્યક્ત કર્યો ઉત્સાહ

IPL 2025: ૮ વર્ષ પછી RCB ફાઇનલમાં! એબી ડી વિલિયર્સે વ્યક્ત કર્યો ઉત્સાહ

એબી ડી વિલિયર્સ ઇંગ્લેન્ડ શ્રેણી પહેલા શુભમન ગિલની ભારતના ટેસ્ટ કેપ્ટન તરીકે નિમણૂક વિશે વાત કરતા ભારતમાં યુવા પ્રતિભા અને તેને પ્રોત્સાહન આપવા આઈપીએલની ભૂમિકાની પ્રશંસા કરી. તેણે વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પર પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા અને કોહલીના વારસા અને રમત પરના પ્રભાવની પ્રશંસા પણ કરી. વધુમાં, ડી વિલિયર્સ આઈપીએલ ૨૦૨૫ની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પ્રગતિ માટે ઉત્સાહ વ્યક્ત કર્યો, તે આશા રાખે છે કે આ તેમનું વર્ષ હશે.

31 May, 2025 02:56 IST | Ahmedabad
RCB મહિલા ટીમે રચ્યો ઇતિહાસ, દિલ્હી કેપિટલ્સને હરાવીને WPL 2024 ટાઇટલ જીત્યું

RCB મહિલા ટીમે રચ્યો ઇતિહાસ, દિલ્હી કેપિટલ્સને હરાવીને WPL 2024 ટાઇટલ જીત્યું

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ૧૭ માર્ચે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ટાઇટલ મુકાબલામાં દિલ્હી કેપિટલ્સને આઠ વિકેટથી હરાવીને તેમનું પ્રથમ વખતનું વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ટાઇટલ જીત્યું હતું. WPLઅને ઇન્ડિયન પ્રીમિયર લીગ બંનેમાં આ RCBનું પ્રથમ વખતનું T20 ટાઇટલ છે. (આઈપીએલ). ખેલાડીઓ આશા શોભના જોય, રિચા ઘોષ અને શ્રેયંકા પાટીલે પ્રથમ વખત WPL ટાઇટલ જીતવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.

18 March, 2024 06:48 IST | Mumbai
IPL 2023: વિવાદ બાદ કોહલી-ગંભીર પર 100 ટકા મેચ ફીનો દંડ ફટકારાયો

IPL 2023: વિવાદ બાદ કોહલી-ગંભીર પર 100 ટકા મેચ ફીનો દંડ ફટકારાયો

LSG-RCB મેચ દરમિયાન ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી અને દિગ્ગજ ક્રિકેટર ગૌતમ ગંભીરના સામસામે 01 મેના રોજ મેદાનનું તાપમાન વધી ગયું હતું. 2011ના વર્લ્ડ કપના વિજેતાઓ હાઈ-વોલ્ટેજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સની અથડામણમાં શાબ્દિક બોલાચાલીમાં સામેલ થયા હતા. આ ઘટના બાદ, BCCIએ RCBના કોહલી અને LSGના મેન્ટર ગંભીર, ફાસ્ટ બોલર નવીન-ઉલ-હકને નિમ્ન ઝઘડા માટે સજા કરી હતી. IPLની આચારસંહિતાના ભંગ બદલ કોહલી અને ગંભીરને તેમની મેચ ફીના 100 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. બંને કુશળ ભારતીય ક્રિકેટર લેવલ 2 ના ગુનામાં દોષિત ઠર્યા હતા. જ્યારે, અફઘાન રાષ્ટ્રીય નવીન-ઉલ-હકને તેના લેવલ 1ના ગુના બદલ તેની મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.

03 May, 2023 05:17 IST | Mumbai
IPL 2023 : કોલકાતાની શાનદાર જીત, શાહરુખ ખાન અને જુહી ચાવલાએ વ્યક્ત કરી ખુશી

IPL 2023 : કોલકાતાની શાનદાર જીત, શાહરુખ ખાન અને જુહી ચાવલાએ વ્યક્ત કરી ખુશી

ગઈકાલે કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ૮૧ રનથી હરાવી IPL 2023માં તેની પ્રથમ જીત નોંધાવ્યાની મિનિટો પછી, બોલિવૂડ અભિનેતા અને કોલકાતા નાઈટ રાઈડર્સના સહ-માલિક શાહરૂખ ખાન અને કૉ-ઑનર જુહી ચાવલાએ ખુશી વ્યક્ત કરી હતી. સાથે જ ચાહકોનો આભાર માન્યો હતો.

07 April, 2023 12:46 IST | Kolkata

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK