૭ જૂને આ સ્થળે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલ શરૂ થશે,
તસવીર એ.એફ.પી. / પી.ટી.આઇ.
રવિવારે અમદાવાદમાં વરસાદને કારણે ગુજરાત-ચેન્નઈની ફાઇનલ શરૂ નહોતી થઈ શકી ત્યારે સ્ટેડિયમની બહાર અસંખ્ય લોકોએ જે બિલબોર્ડ નીચે પોતાને સુરક્ષિત રાખ્યા હતા એ આરસીબીનું હતું અને એમાં વિરાટ કોહલીની મોટી તસવીર હતી. આરસીબીની ટીમ વહેલી આઉટ થઈ ગઈ, પણ કોહલીએ અનેક યાદગાર ઇનિંગ્સથી ક્રિકેટપ્રેમીઓને મોજ કરાવી હતી. ગઈ કાલે સવારે કોહલી લંડનના મેદાનમાં પહોંચી ગયો હતો અને ઘણી બૅટિંગ-પ્રૅક્ટિસ કરી હતી. ૭ જૂને આ સ્થળે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલ શરૂ થશે, એમાં કોહલી રનનો વરસાદ વરસાવશે એવી પાકી ધારણા છે.


