Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL 2023: આખું ભારત ધોનીના હાથમાં ટ્રોફી જોવા આતુર છેઃ સુરેશ રૈના

IPL 2023: આખું ભારત ધોનીના હાથમાં ટ્રોફી જોવા આતુર છેઃ સુરેશ રૈના

25 May, 2023 10:43 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભૂતપૂર્વ ખેલાડીએ કહ્યું કે ‘ધોની જેને પણ હાથ અડાડે છે એ સોનું થઈ જાય છે, ઋતુરાજે મને કહેલું કે સીએસકેને ધોની માટે ટાઇટલ જીતવું જ છે’

હાર્દિક પંડ્યા અને એમએસ ધોની આઇપીએલ 2023ની ટ્રોફી સાથે

IPL 2023

હાર્દિક પંડ્યા અને એમએસ ધોની આઇપીએલ 2023ની ટ્રોફી સાથે


ચેન્નઈ સુપર કિંગ્સે મંગળવારે ચેન્નઈના ચેપૉકમાં ગુજરાતને હરાવીને ૧૦મી વાર ફાઇનલમાં પ્રવેશ કર્યો અને મુંબઈની જેમ વિક્રમજનક પાંચમી વખત ટાઇટલ જીતવાનો દાવો કર્યો ત્યાર બાદ ચેન્નઈના ભૂતપૂર્વ ખેલાડી અને જિયોસિનેમા એક્સપર્ટ પૅનલના સુરેશ રૈનાએ કહ્યું કે ‘ચેન્નઈની સફળતા તો જુઓ! ૧૪ સીઝન અને એમાં ૧૦ વખત ફાઇનલમાં. સીએસકેની આ ઉત્કૃષ્ટ સિદ્ધિ છે અને એનો જશ એમએસ ધોનીને જાય છે. તેણે ખૂબ સહજતાથી કૅપ્ટન્સી સંભાળીને ચેન્નઈને ફરી ફાઇનલમાં પહોંચાડ્યું. ઋતુરાજ ગાયકવાડે મને કહેલું કે સીએસકેની ટીમ ધોની માટે ટાઇટલ જીતવા મક્કમ છે.’

રૈનાએ પૅનલ પરની ચર્ચામાં એવું પણ કહ્યું કે ‘આખું ભારત ઇચ્છે છે કે ધોની જ આ વખતે ટાઇટલ જીતે. ચેન્નઈને ચેપૉકના ગ્રાઉન્ડ પર હરાવવું બહુ મોટો પડકાર હતો. ધોની જેને પણ હાથ અડાડે છે એ સોનામાં ફેરવાઈ જાય છે.’ ધોનીએ હાર્દિકને આઉટ કરાવવા છ ફીલ્ડર્સની જાળ બિછાવી હતી અને તે થીકશાનાના બૉલમાં પૉઇન્ટ પર રવીન્દ્ર જાડેજાને કૅચ આપી બેઠો હતો.


Whatsapp-channel Whatsapp-channel

25 May, 2023 10:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK