શુક્રવાર ૩૧ માર્ચે સૌથી પહેલી મૅચ અમદાવાદમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચાર વાર ટ્રોફી જીતનાર ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે

અમદાવાદમાં આઇપીએલની ટિકિટ ખરીદવા જામે છે ભીડ તસવીર જનક પટેલ
અમદાવાદના મોટેરામાં ક્રિકેટજગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી આઇપીએલ માટેની ટિકિટ ખરીદવા ક્રિકેટચાહકોની ભીડ જામવાની શરૂઆત થઈ ગઈ છે. શુક્રવાર ૩૧ માર્ચે સૌથી પહેલી મૅચ અમદાવાદમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચાર વાર ટ્રોફી જીતનાર ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. હાર્દિક પંડ્યા ગુજરાતની ટીમનો અને મહેન્દ્ર સિંહ ધોની ચેન્નઈની ટીમનો કૅપ્ટન છે. અમદાવાદમાં બીજી ૬ લીગ મૅચ પણ રમાશે. તાજેતરમાં અમદાવાદમાં ઑસ્ટ્રેલિયા સામે છેલ્લી ટેસ્ટ રમાઈ હતી, જે ડ્રૉમાં પરિણમી હતી. વિરાટ કોહલીએ એ મૅચના પ્રથમ દાવમાં ત્રણ વર્ષે ટેસ્ટ-સદી ફટકારવામાં સફળતા મેળવી હતી અને ૧૮૬ રન બનાવ્યા હતા. તસવીર જનક પટેલ
1,00,000
આઇપીએલની મૅચો માટેની આટલાથી પણ વધુ ટિકિટો પહેલા ૧૦ દિવસમાં વેચાઈ ગઈ હોવાનું એક સૂત્ર પાસેથી જાણવા મળ્યું છે.