ટીમ આજની મૅચ બાદ પણ એ ૧૦મા ક્રમાંક પર જ રહેશે

બ્રાયન લારા
દિગ્ગજ બૅટર અને સનરાઇઝર્સ હૈદરાબાદના કોચ બ્રાયન લારાએ મુંબઈ સામે રમાનાર છેલ્લી મૅચ પહેલાં કહ્યું હતું કે છેલ્લાં કેટલાંક વર્ષથી અમારી ટીમ અપેક્ષા મુજબ પ્રદર્શન કરી રહી નથી. માત્ર મારું નામ ટીમ માટે સફળતા લાવી શકે નહીં. ૨૦૧૬માં આઇપીએલ ચૅમ્પિયન રહેનાર ટીમ ડેવિડ વૉર્નર અને કેન વિલિયમસનને ગુમાવ્યા બાદ ગયા વર્ષે આઠમા ક્રમાંક પર હતી. આજની મૅચ બાદ પણ એ ૧૦મા ક્રમાંક પર જ રહેશે. લારાએ કહ્યું હતું કે ‘મારું નામ ચમત્કાર કરીને સફળતા લાવી શકે નહીં. બધું કામ પ્રોફેશનલી થવું જોઈએ. મારા માટે આ પહેલી વખત છે કે ટીમ છેલ્લા ક્રમાંક પર હોય. હું પણ ઘણું શીખી રહ્યો છે. સીઝન પૂરી થયા બાદ તમામ વસ્તુઓની સમીક્ષા કરવામાં આવશે.’ નવા કૅપ્ટન એઇડન માર્કરમ માટે તેણે કહ્યું હતું કે ‘અમે બન્ને નવા છીએ, પણ એક યુનિટ તરીકે અમે શીખી રહ્યા છીએ. આ બધું અચાનક નથી આવતું.’