ઑસ્ટ્રેલિયન પેસ બોલર અને ચેન્નઈ સુપર કિંગ્સમાં સામેલ જેસન બેહરેનડૉર્ફે ભારતને કોરોના સામે મદદરૂપ થવા યુનિસેફમાં ડોનેશન કર્યું છે.
જેસન બેહરેનડૉર્ફ
ઑસ્ટ્રેલિયન પેસ બોલર અને ચેન્નઈ સુપર કિંગ્સમાં સામેલ જેસન બેહરેનડૉર્ફે ભારતને કોરોના સામે મદદરૂપ થવા યુનિસેફમાં ડોનેશન કર્યું છે. ભારતને મદદ માટે આગળ આવનાર ઑસ્ટ્રેલિયન પેસ બોલરો પૅટ કમિન્સ, બ્રેટ લી બાદ જોડાનારા બેહરેનડૉર્ફે કહ્યું હતું કે ‘અન્ય ક્રિકેટરોની જેમ ભારત મારા માટે ઘણો મહત્ત્વનો દેશ છે. આ દેશ ઘણો સુંદર છે અને બધાને આવકારે છે. અહીં રમવામાં એક અલગ જ પ્રકારનો અનુભવ મળે છે, જે વિશ્વમાં બીજે કશે નથી મળતો. મને આ સુંદર દેશ સાથે રમવાનો અને એની મુલાકાત લેવાનો ગર્વ છે. હાલમાં આ દેશમાં જેકાંઈ થઈ રહ્યું છે એ જોઈને ઘણું દુઃખ થાય છે. મને આ દેશને મદદ કરવાની ઇચ્છા છે અને ભારતને મદદ કરવા હું યુનિસેફના પ્રોજેક્ટમાં ડોનેશન કરું છું. અન્ય લોકોને પણ મદદ કરવા આગળ આવવાની હું અપીલ કરું છું. મારા અને મારા પરિવાર પ્રત્યે ભારતે જે પ્રેમ દર્શાવ્યો છે એને હું ક્યારેય ભૂલી નહીં શકું.’


