પાકિસ્તાની ન્યુઝ-ચૅનલ પર તેઓ કહે છે, વિશ્વના ટોચના પ્લેયર્સ IPLમાં ભાગ લે છે, પરંતુ ભારતીય પ્લેયર્સ અન્ય લીગમાં ભાગ લેતા નથી.
ઇન્ઝમામ-ઉલ-હક
પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે કૅપ્ટન, ચીફ સિલેક્ટર અને હેડ કોચના પદ પર કામ કરી ચૂકેલા ઇન્ઝમામ-ઉલ-હકે ભારતીય બોર્ડ વિરુદ્ધ મોટું નિવેદન આપ્યું છે. પાકિસ્તાની ન્યુઝ-ચૅનલ પર તેઓ કહે છે, ‘વિશ્વના ટોચના પ્લેયર્સ IPLમાં ભાગ લે છે, પરંતુ ભારતીય પ્લેયર્સ અન્ય લીગમાં ભાગ લેતા નથી. અન્ય બોર્ડે તેમના પ્લેયર્સને IPLમાં મોકલવાનું બંધ કરવું જોઈએ. જો તમે (ભારતીય ક્રિકેટ બોર્ડ) અન્ય દેશની લીગ માટે તમારા ક્રિકેટર્સને રિલીઝ નહીં કરો તો અન્ય બોર્ડે પણ એના પર વિચાર કરવો જોઈએ.’
આ ચર્ચામાં ઇન્ઝમામ-ઉલ-હકે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં દુબઈમાં એક સ્થળે રમવાનો ભારતને સૌથી વધુ ફાયદો મળી રહ્યો હોવાની પણ કમેન્ટ કરી હતી.


