જો ઇન્ટરનૅશનલ ડ્યુટીને કારણે શુભમન ગિલ સહિતના પ્લેયર ઉપલબ્ધ નહીં રહી શકે તો તેમને માટે સ્ટૅન્ડબાય પ્લેયર્સ પણ સિલેક્ટ કરવામાં આવ્યા છે.
શુભમન ગિલ
ભારતીય ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલને આગામી દુલીપ ટ્રોફી માટે નૉર્થ ઝોનની ટીમનો કૅપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. આ સ્ક્વૉડમાં યશ ધુલ અને આયુષ બદોની સહિતના યંગસ્ટર્સ સહિત ભારતીય ભારતીય ફાસ્ટ બોલર્સ અર્શદીપ સિંહ, હર્ષિત રાણા અને અંશુલ કમ્બોજને પણ સ્થાન મળ્યું છે. જો ઇન્ટરનૅશનલ ડ્યુટીને કારણે શુભમન ગિલ સહિતના પ્લેયર ઉપલબ્ધ નહીં રહી શકે તો તેમને માટે સ્ટૅન્ડબાય પ્લેયર્સ પણ સિલેક્ટ કરવામાં આવ્યા છે.
સેન્ટ્રલ ઝોનમાં ધ્રુવ જુરેલ કૅપ્ટન અને રજત પાટીદાર વાઇસ-કૅપ્ટન
ADVERTISEMENT
આગામી દુલીપ ટ્રોફી માટે સેન્ટ્રલ ઝોનની સ્ક્વૉડ જાહેર કરવામાં આવી છે, જેમાં વિકેટકીપર-બૅટર ધ્રુવ જુરેલ કૅપ્ટન અને રજત પાટીદાર વાઇસ-કૅપ્ટનની જવાબદારી સંભાળશે. આ સ્ક્વૉડમાં અનુભવી સ્પિનર કુલદીપ યાદવ, યંગ સ્પિનર હર્ષ દુબે સહિત ફાસ્ટ બોલર્સ ખલિલ અહમદ અને દીપક ચાહર પણ સામેલ છે.


