કલકત્તા આ હરીફ સામે ૨૦૨૩ બાદ ત્રણેય મૅચ જીત્યું છે, અજિંક્ય રહાણે ઍન્ડ કંપની વર્તમાન સીઝનમાં જીતની હૅટ-ટ્રિક લગાવી ચૂકી છે....
ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન કલકત્તાનો ઉમરાન મલિક દિલ્હીના કૅપ્ટન અક્ષર પટેલ અને કુલદીપ યાદવ સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો
IPL 2026ની ૫૧મી મૅચ આજે અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. દિલ્હી કૅપિટલ્સને આ સીઝનમાં ૧૦ મૅચમાં ૪ જીત અને ૬ હાર મળી છે. કોલકાતા નાઇટ રાઇડર્સને નવ મૅચમાંથી પાંચ હાર મળી છે અને એક મૅચ નો-રિઝલ્ટ રહી છે. અજિંક્ય રહાણે ઍન્ડ કંપનીને વર્તમાન સીઝનમાં મળેલી ત્રણ જીત છેલ્લી ત્રણ મૅચમાં રાજસ્થાન, લખનઉ અને હૈદરાબાદ સામે મળી છે.
પ્લેઑફ માટેના ૧૬ પૉઇન્ટ સુધી પહોંચવા બન્ને ટીમે પોતાની હવે પછીની દરેક મૅચ જીતવી પડશે. ૮ પૉઇન્ટ ધરાવતા દિલ્હી માટે હવે પછીની ચાર મૅચ અને સાત પૉઇન્ટ ધરાવતા કલકત્તા માટે આગામી પાંચ મૅચ કરો યા મરો જેવી છે.
દિલ્હી સામે કલકત્તા છેલ્લી ત્રણેય મૅચ જીત્યું છે. દિલ્હી સામે કલકત્તાને છેલ્લી હાર ૨૦૨૩માં ૨૦ એપ્રિલે મળી હતી જ્યારે કલકત્તા માત્ર ૧૨૭ રને ઢેર થઈ ગયું હતું. અરુણ જેટલી સ્ટેડિયમમાં કલકત્તા ૧૩ માંથી ૬ મૅચ જીત્યું છે અને ૭ હાર્યું છે. તેઓ ૧૧ વખત આ મેદાન પર હોમ-ટીમ સામે રમ્યા છે. આ ૧૧ ટક્કરમાંથી ૬ મૅચ કલકત્તા જીત્યું છે અને પાંચ મૅચ દિલ્હી જીત્યું છે.
દિલ્હી હોમગ્રાઉન્ડ પર ૯૫ મૅચમાંથી ૪૧ મૅચ જીત્યું છે, ૫૩ મૅચ હાર્યું છે અને એક મૅચ નો-રિઝલ્ટ રહી છે. વર્તમાન સીઝનની પાંચ મૅચમાંથી દિલ્હી અહીં છેલ્લી ચારેય મૅચમાં લાગલગાટ હાર્યું છે. પહેલી મૅચમાં મુંબઈ સામે ૬ વિકેટે જીત મળી હતી. ત્યાર બાદ ગુજરાત સામે એક રનથી, પંજાબ સામે ૬ વિકેટે, બૅન્ગલોર સામે નવ વિકેટે અને ચેન્નઈ સામે ૮ વિકેટે હાર મળી હતી.
|
બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
|
મૅચ |
૩૫ |
|
કલકત્તાની જીત |
૧૯ |
|
દિલ્હીની જીત |
૧૫ |
|
નો-રિઝલ્ટ |
૧ |
ADVERTISEMENT
