૩૫ વર્ષના ઉમેશ યાદવના પિતા તિલક યાદવનું ૨૩ ફેબ્રુઆરીએ (૧૨ દિવસ પહેલાં) અવસાન થયું હતું.

તાન્યા અને ઉમેશ યાદવ
ઑસ્ટ્રેલિયા સામેની ભારતીય ટેસ્ટ ટીમના પેસ બોલર ઉમેશ યાદવની પત્ની તાન્યાએ બાળકીને જન્મ આપ્યો છે. ઉમેશે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શૅર કરીને પોતાના ઘરે આંતરરાષ્ટ્રીય મહિલા દિને જ કન્યારત્નનું આગમન થયું એ વિશે બેહદ ખુશી વ્યક્ત કરી હતી. ઉમેશ યાદવ અને પત્ની તાન્યાને ત્યાં બીજી પુત્રીનું આગમન થયું છે. તેમની મોટી પુત્રી બે વર્ષની છે. ૩૫ વર્ષના ઉમેશ યાદવના પિતા તિલક યાદવનું ૨૩ ફેબ્રુઆરીએ (૧૨ દિવસ પહેલાં) અવસાન થયું હતું.