જેપી ડુમિની ટીમનો બૅટિંગ કોચ છે. રૉબ વૉલ્ટર ટીમના હેડ-કોચ છે.

એઇડન માર્કરમ અને પત્ની નિકૉલ
સાઉથ આફ્રિકાએ આ મહિને ઘરઆંગણે વેસ્ટ ઇન્ડીઝ સામે રમાનારી ટી૨૦ સિરીઝ માટેની ટીમના નેતૃત્વની જવાબદારી એઇડન માર્કરમને સોંપી છે. ટેમ્બા બવુમાને ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો છે. માર્કરમને ૧૧ દિવસ પહેલાં ૨૦૨૩ની આઇપીએલ માટે સનરાઇઝર્સ હૈદરાબાદનો સુકાની નીમવામાં આવ્યો હતો. જેપી ડુમિની ટીમનો બૅટિંગ કોચ છે. રૉબ વૉલ્ટર ટીમના હેડ-કોચ છે. ટી૨૦ ટીમના જાણીતા ખેલાડીઓમાં ડિકૉક, રીઝા હેન્ડ્રિક્સ, રિલી રોસોઉ, ડેવિડ મિલર, હિનરિચ ક્લાસેન, માર્કો યેન્સેન, વેઇન પાર્નેલ, લુન્ગી ઍન્ગિડી, ઍન્રિક નૉર્કિયા, કૅગિસો રબાડા અને તબ્રેઝ શમ્સીનો સમાવેશ છે.
ડિયર, તું આ જ રીતે ચમકતો રહેજે : પત્ની નિકૉલ
ADVERTISEMENT
માર્કરમની પત્ની નિકૉલે ઇન્સ્ટાગ્રામ પર પતિ માર્કરમ સાથેની તસવીર અને તેના વિશે ઇમોશનલ સ્ટોરી પોસ્ટ કરી હતી, જેમાં નિકૉલે આ મુજબ લખ્યું હતું : ‘મેં લાખો વખત કહ્યું છે અને ફરી કહું છું કે મને તારા પર ખૂબ ગર્વ છે. તેં ક્રિકેટમાં જેકંઈ સિદ્ધિઓ મેળવી છે એને માટે જ નહીં, પણ તારા વ્યક્તિત્વથી પણ હું ખૂબ પ્રભાવિત છું. કોઈ પણ સ્થિતિમાં હું તારા પડખે રહીશ, તું જ્યારે પણ નિરાશ કે હતાશ હોઈશ ત્યારે હું તને જુસ્સો અપાવીશ. કરીઅરમાં આ જ રીતે ચમકતો રહેજે.’

