Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > T20 વર્લ્ડ કપ પહેલાં સતત બીજી સિરીઝ હારી ભારતીય મહિલા ટીમ

T20 વર્લ્ડ કપ પહેલાં સતત બીજી સિરીઝ હારી ભારતીય મહિલા ટીમ

Published : 04 June, 2026 02:10 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ત્રીજી અને નિર્ણાયક મૅચ ઇંગ્લૅન્ડે ૬ વિકેટથી જીતીને સિરીઝ ૨-૧થી જીતી લીધી...

ભારતીય મહિલા ટીમ

ભારતીય મહિલા ટીમ


વિમેન્સ T20 વર્લ્ડ કપને આડે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે વન-ડે ચૅમ્પિયન ભારતીય મહિલા ટીમને વધુ એક ઝટકો લાગ્યો હતો. સાઉથ આફ્રિકા સામે ૧-૪થી T20 સિરીઝ ગુમાવ્યા બાદ ભારતીય મહિલાઓએ ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં પ્રથમ મૅચ જીતીને સારી શરૂઆત બાદ બાકીની બન્ને મૅચ હારીને T20 સિરીઝ ૧-૨થી ગુમાવી દીધી હતી.

મંગળવારે નિર્ણાયક મૅચમાં ભારતીય ટીમે કૅપ્ટન હરમનપ્રીત કૌર (૪૦ બૉલમાં ૫૬), દીપ્તિ શર્મા (૨૪ બૉલમાં ૩૨), યાસ્તિકા ભાટિયા (૧૮ બૉલમાં ૩૨) અને જેમિમા રૉડ્રિગ્સ (૧૯ બૉલમાં ૨૯ રન)ની ઉપયોગી ઇનિંગ્સના જોરે ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૮૦ રન બનાવ્યા હતાં. ઇંગ્લૅન્ડે પાવરપ્લેમાં જ ૩૮ રનમાં ૩ વિકેટ ગુમાવી દેતાં ભારતની જીત પાકી લાગતી હતી, પણ ભૂતપૂર્વ કૅપ્ટન હેધર નાઇટ (૪૨ બાલમાં ૧૦ ફોર સાથે અણનમ ૭૦ રન) અને ઍલિસ કૅપ્સી (૪૩ બૉલમાં ૩ સિક્સર અને ૯ ફોર સાથે ૮૨ રન)એ ચોથી વિકેટ માટે ૧૩૭ની પાર્ટનરશિપ સાથે બાજી પલટી નાખી હતી. ઇંગ્લૅન્ડે આખરે ૧૮.૩ ઓવરમાં ૪ વિકેટે ૧૮૪ રન બનાવીને મૅચ અને સિરીઝ જીતી લીધી હતી. ઍલિસ કૅપ્સી પ્લેયર ઑફ ધ મૅચ અને પ્લેયર ઑફ ધ સિરીઝ બની હતી.

હવે ભારતીય ટીમ ૧૨ જૂનથી શરૂ થનારા વિમેન્સ T20 વર્લ્ડ કપ માટે સોમવારે વેસ્ટ ઇન્ડીઝ અને બુધવારે ઇંગ્લૅન્ડ સામે વૉર્મ-અપ મૅચ રમશે. T20 વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ ટક્કર પાકિસ્તાન સામે ૧૪ જૂને છે.

T20 વર્લ્ડ કપ માટે પ્લેઇંગ ઇલેવન નક્કી છેઃ હરમનપ્રીત કૌર
કૅપ્ટન હરમનપ્રીત કૌરે જણાવ્યું હતું કે આગામી T20 વર્લ્ડ કપ પહેલાં ટીમ-મેનેજમેન્ટ પ્લેઇંગ ઇલેવનને લઈને બિલકુલ સ્પષ્ટ છે. જોકે બે વૉર્મ-અપ મૅચોનો ઉપયોગ રાધા યાદવ અને ભારતી ફુલમાલી જેવી ખેલાડીઓને તક આપવા અને અન્ય કૉમ્બિનેશન અજમાવવા માટે કરવામાં આવશે. હરમનપ્રીતે જણાવ્યું હતું કે ઇંગ્લેન્ડ વહેલા આવવાનો મુખ્ય હેતુ અહીંની પિચો અને વાતાવરણથી ટેવાઈ જવાનો હતો, જેમાં ટીમ ઘણી હદ સુધી સફળ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

04 June, 2026 02:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK