૩૨ વર્ષના હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે...
પિચ પર ટ્રોફી સાથે આઇકૉનિક પોઝ આપતો હાર્દિક પંડ્યા
મેન્સ T20 વર્લ્ડ કપ 2026 જીત્યા બાદ હાર્દિક પંડ્યાએ પોતાની ક્રિકેટ-કરીઅર વિશે મોટું નિવેદન આપ્યું હતું. ૩૨ વર્ષના હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે ‘હવે એક સિનિયર ખેલાડી બનવાનું મને ખૂબ જ સારું લાગે છે, પણ મારામાં હજી ૧૦ વર્ષ ક્રિકેટ બાકી છે. મેં અત્યાર સુધી મારી કરીઅરનો અડધો ભાગ જ રમ્યો છે, બાકીનો અડધો ભાગ હજી બાકી છે. હું ICC અને IPL સહિત ૧૦ વધુ ટ્રોફી જીતવા માગું છું, પરંતુ ICC ટ્રોફી મારા માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે.’
હાર્દિકે વધુમાં કહ્યું હતું કે ‘જ્યારથી માહિકા મારા જીવનમાં આવી છે ત્યારથી હું ફક્ત જીતી રહ્યો છું. અમે હંમેશાં જીતવાની જ વાતો કરીએ છીએ. ફક્ત વાતો જ નહીં, પણ ઘણી મહેનત કરવી પડે છે. સખત મહેનત કરો, ચૂપ રહો, એક સારી વ્યક્તિ બનો.’
ADVERTISEMENT
હાર્દિક પંડ્યા IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ સાથે પાંચ ખિતાબ અને ભારતીય ટીમ સાથે ચૅમ્પિયન્સ ટ્રોફી, 2024 T20 વર્લ્ડ કપ સહિત ૩ ICC ટાઇટલ જીત્યો છે.
