ભારતીય ટીમ જીતનો લય જાળવીને સિરીઝમાં ૨-૦થી લીડ લેવા માટે તત્પર હશે
સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ
મંગળવારે પાંચ T20 મૅચની સિરીઝની કટકમાં રમાયેલી પ્રથમ મૅચમાં ૧૦૧ રનથી શાનદાર જીત સાથે શુભ શરૂઆત કર્યા બાદ આજે ન્યુ ચંડીગઢમાં બીજી ટક્કર માટે બન્ને ટીમો મેદાનમાં ઊતરશે. ભારતીય ટીમ જીતનો લય જાળવીને સિરીઝમાં ૨-૦થી લીડ લેવા માટે તત્પર હશે, જ્યારે સાઉથ આફ્રિકન ટીમ પહેલી મૅચની નામોશી ભૂલીને કમબૅક કરવાના મજબૂત ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે.
પ્રથમ મૅચમાં શાનદાર જીત સાથે કૅપ્ટન સૂર્યકુમાર યાદવ અને વાઇસ-કૅપ્ટન શુભમન ગિલના T20 ફૉર્મેટમાં છેલ્લા ઘણા સમયથી નબળું ફૉર્મ ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે.
ADVERTISEMENT
T20 વર્લ્ડ કપને આડે હવે આજની મૅચ ગણીને માત્ર ૯ જ મૅચ બાકી રહી છે ત્યારે આ બન્ને ધુરંધરો લય પાછો મેળવી લે એ જરૂરી છે.
ન્યુ ચંડીગઢમાં આજે પહેલી વાર પુરુષોની કોઈ ઇન્ટરનૅશનલ મૅચ રમાવાની છે. સપ્ટેમ્બરમાં ભારત અને ઑસ્ટ્રેલિયાની મહિલાઓએ આ મેદાનમાં બે વન-ડે મૅચ રમી હતી.
આજની મૅચ દરમ્યાન યુવરાજ સિંહ અને હરમનપ્રીત કૌરના નામના સ્ટૅન્ડનું પણ ઉદ્ઘાટન થશે.


