દુબઈમાં પાકિસ્તાન સામે બન્ને વન-ડે મૅચ જીત્યું છે ભારત, ICC ટુર્નામેન્ટ્સમાં ભારત સામે ૨૧માંથી માત્ર ચાર મૅચ જીત્યું છે પાકિસ્તાન : આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે થશે ICC ઇવેન્ટની કુલ બાવીસમી ટક્કર
દુબઈ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ગઈ કાલે પ્રૅક્ટિસ કરતા વિરાટ કોહલી અને શાહીન શાહ આફ્રિદી.
આજે દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં ચૅમ્પિયન્સ ટ્રોફીની હાઈ વૉલ્ટેજ ભારત અને પાકિસ્તાનની મૅચ રમાશે જેમાંથી રોહિત ઍન્ડ કંપની ગ્રુપ-સ્ટેજમાં મોહમ્મદ રિઝવાનના નેતૃત્વવાળી પાકિસ્તાનની ટીમને હરાવીને સેમી-ફાઇનલમાં પહોંચવાનું લક્ષ્ય રાખશે. ન્યુ ઝીલૅન્ડ સામે પહેલી મૅચ ૬૦ રને હારનાર પાકિસ્તાન જો સતત બીજી મૅચ હારશે તો ટ્રોફી જીતવાની રેસમાંથી બહાર થઈ જશે. ગ્રુપ-Aમાંથી સેમી-ફાઇનલમાં પહોંચવા માટેની હૉટ ફેવરિટ ટીમ ન્યુ ઝીલૅન્ડ સામે ભારતીય ટીમ બે માર્ચે છેલ્લે ગ્રુપ-સ્ટેજ મૅચ રમશે. ભારતે એની પહેલી મૅચમાં બંગલાદેશને છ વિકેટથી હરાવીને એના અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી
ભારતીય ટીમ બંગલાદેશ સામે ફીલ્ડિંગ અને બૅટિંગ સમયે થયેલી ભૂલોને સુધારવાનો પ્રયત્ન કરશે, જ્યારે પાકિસ્તાન માટે બાબર આઝમ જેવા સ્ટાર પ્લેયર્સનું બૅટિંગ-પ્રદર્શન અને ઘરઆંગણે પણ અપેક્ષા મુજબ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહેલા બોલર્સ માથાનો દુખાવો બન્યા છે. ઑલમોસ્ટ ત્રણ દશક બાદ ICC ટુર્નામેન્ટનું આયોજન કરનાર પાકિસ્તાન માટે આજની મૅચ પ્રતિષ્ઠા માટેનો જંગ હશે. વિશ્વભરના ક્રિકેટ-ફૅન્સની નજર આજે દુબઈમાં આયોજિત આ મૅચ પર રહેશે.
ADVERTISEMENT
વન-ડેમાં હેડ-ટુ-હેડ રેકૉર્ડ
કુલ મૅચ ૧૩૫
પાકિસ્તાનની જીત ૭૩
ભારતની જીત ૫૭
નો-રિઝલ્ટ ૦૫
ન્યુટ્રલ વેન્યુ વન-ડેમાં હેડ-ટુ-હેડ રેકૉર્ડ
કુલ મૅચ ૭૭
પાકિસ્તાનની જીત ૪૦
ભારતની જીત ૩૪
નો-રિઝલ્ટ ૦૩
લિમિટેડ ઓવર્સની ICC ઇવેન્ટ્સમાં કેવો રહ્યો છે રેકૉર્ડ?
લિમિટેડ ઓવર્સની ICC ઇવેન્ટ્સમાં ભારત અને પાકિસ્તાનનો જીતનો રેશિયો ૧૭ઃ૪નો રહ્યો છે. ચૅમ્પિયન્સ ટ્રોફી, વન-ડે અને T20 વર્લ્ડ કપ મળીને બન્ને ટીમ વચ્ચે ૨૧ મૅચ રમાઈ છે, જેમાંથી વન-ડે વર્લ્ડ કપ અને T20 વર્લ્ડ કપમાં કુલ ૧૬ મૅચમાંથી ભારતીય ટીમ ૧૫ જીત સાથે હાવી રહી છે. પાકિસ્તાનની ટીમ માત્ર ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારત સામે સારો રેકૉર્ડ ધરાવે છે.
બન્ને દેશ વચ્ચેની ટક્કરમાં સૌથી વધુ વિકેટ લેનાર ઍક્ટિવ પ્લેયર્સ
કુલદીપ યાદવ - ૬ વન-ડેમાં ૧૨ વિકેટ
રવીન્દ્ર જાડેજા - ૧૨ વન-ડેમાં ૧૨ વિકેટ
હાર્દિક પંડ્યા - ૭ વન-ડેમાં ૮ વિકેટ
શાહીન આફ્રિદી - ૪ વન-ડેમાં ૭ વિકેટ
જસપ્રીત બુમરાહ - ૮ વન-ડેમાં ૭ વિકેટ
બન્ને દેશ વચ્ચેની ટક્કરમાં સૌથી વધુ રન કરનાર ઍક્ટિવ પ્લેયર્સ
રોહિત શર્મા - ૧૯ વન-ડેમાં ૮૭૩ રન
વિરાટ કોહલી - ૧૬ વન-ડેમાં ૬૭૮ રન
બાબર આઝમ - ૮ વન-ડેમાં ૨૧૮ રન
હાર્દિક પંડ્યા - ૭ વન-ડેમાં ૨૦૯ રન
કે. એલ. રાહુલ - ૩ વન-ડેમાં ૧૮૭ રન
દુબઈમાં કેવો રહ્યો છે ભારત અને પાકિસ્તાનનો રેકૉર્ડ?
દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન બે વન-ડે મૅચ રમ્યાં છે. આ બન્ને મૅચમાં ભારતીય ટીમે જીત મેળવી છે. ૨૦૧૮ની વન-ડે મૅચ બાદ આ બન્ને ટીમ પહેલી વાર આ મેદાન પર વન-ડે મૅચ રમશે. પાકિસ્તાનની ટીમ આ મેદાન પર ૨૧ વન-ડે મૅચ રમી છે જેમાંથી માત્ર ૭ મૅચમાં જીત મેળવી છે, જ્યારે ૧૩ મૅચમાં હાર અને એક મૅચ નો-રિઝલ્ટ રહી છે. જ્યારે ભારતીય ટીમ ૭માંથી ૬ વન-ડે મૅચ જીતી છે અને એક મૅચ ટાઇ રહી છે. પાકિસ્તાને આ મેદાન પર ભારતને ત્રણમાંથી બે T20 મૅચમાં હાર આપી છે, જ્યારે બન્ને ટીમ વચ્ચે આ મેદાન પર ક્યારેય ટેસ્ટ-મૅચ રમાઈ નથી.
વન-ડે ટુર્નામેન્ટમાં કેવો રહ્યો છે રેકૉર્ડ?
વન-ડે ફૉર્મેટના ચૅમ્પિયન્સ ટ્રોફી, વર્લ્ડ કપ અને એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી છે. ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારત પાકિસ્તાન સામે પાંચમાંથી માત્ર બે મૅચ જીત્યું છે. વન-ડે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારત તમામ આઠેઆઠ મૅચ જીત્યું છે, જ્યારે વન-ડે ફૉર્મેટના એશિયા કપમાં ૧૫ વારની ટક્કરમાં ભારત આઠ મૅચ અને પાકિસ્તાન પાંચ મૅચ જીત્યાં છે, જ્યારે બે મૅચ નો-રિઝલ્ટ રહી છે.
|
ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારત-પાકિસ્તાનની પાંચ મૅચનાં રિઝલ્ટ |
||
|
વર્ષ |
વિજેતા |
માર્જિન |
|
૨૦૦૪ |
પાકિસ્તાન |
૩ વિકેટ |
|
૨૦૦૯ |
પાકિસ્તાન |
૫૪ રન |
|
૨૦૧૩ |
ભારત |
૮ વિકેટ |
|
૨૦૧૭ |
ભારત |
૧૨૪ રન |
|
૨૦૧૭ |
પાકિસ્તાન |
૧૮૦ રન |
|
ગ્રુપ-Aનું પૉઇન્ટ્સ-ટેબલ |
|||||
|
ટીમ |
મૅચ |
જીત |
હાર |
નેટ રન-રેટ |
પૉઇન્ટ |
|
ન્યુ ઝીલૅન્ડ |
૧ |
૧ |
૦ |
+૧.૨૦૦ |
૨ |
|
ભારત |
૧ |
૧ |
૦ |
+૦.૪૦૮ |
૨ |
|
બંગલાદેશ |
૧ |
૦ |
૧ |
-૦.૪૦૮ |
૦ |
|
પાકિસ્તાન |
૧ |
૦ |
૧ |
-૧.૨૦૦ |
૦ |


