Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજે ભારત-ન્યુ ઝીલૅન્ડ વચ્ચે ગ્રુપ-Aમાં નંબર વનના સ્થાન માટે જબરદસ્ત જંગ

આજે ભારત-ન્યુ ઝીલૅન્ડ વચ્ચે ગ્રુપ-Aમાં નંબર વનના સ્થાન માટે જબરદસ્ત જંગ

Published : 02 March, 2025 08:29 AM | Modified : 03 March, 2025 06:56 AM | IST | Dubai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દુબઈમાં પહેલી વાર આમને-સામને વન-ડે મૅચ રમશે બન્ને ટીમ, આ મેદાન પર ભારત રહ્યું છે અજેય અને કિવીઓએ નથી ચાખ્યો જીતનો સ્વાદ

ગઈ કાલે દુબઈના સ્ટેડિયમમાં પ્રૅક્ટિસ કરતા ન્યુ ઝીલૅન્ડના ખેલાડીઓ.

ગઈ કાલે દુબઈના સ્ટેડિયમમાં પ્રૅક્ટિસ કરતા ન્યુ ઝીલૅન્ડના ખેલાડીઓ.


ચૅમ્પિયન્સ ટ્રોફીની અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચ આજે ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે દુબઈમાં રમાશે. આજની મૅચ જીતીને ન્યુ ઝીલૅન્ડની ટીમ ગ્રુપ-Aમાં નંબર વન પર બની રહેવાનો પ્રયાસ કરશે, જ્યારે ભારતીય ટીમ સારા નેટ રન-રેટ સાથે કિવીઓને પછાડીને સેમી-ફાઇનલ પહેલાં નંબર વન બનવાનો પ્રયાસ કરશે. ભારતીય બૅટર્સે આજે ન્યુ ઝીલૅન્ડના સ્પિનર્સના પડકારનો સામનો કરવો પડશે. અહેવાલ અનુસાર આજે કૅપ્ટન રોહિત શર્મા, ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને સ્પિનર કુલદીપ યાદવને બ્રેક આપવામાં આવી શકે છે અને શુભમન ગિલને નેતૃત્વની જવાબદારી સોંપીને ટીમમાં વિકેટકીપર-બૅટર રિષભ પંત, ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને સ્પિનર વરુણ ચક્રવર્તીને સ્થાન આપવામાં આવી શકે છે.



ગઈ કાલે દુબઈના સ્ટેડિયમમાં પ્રૅક્ટિસ કરતો વિરાટ કોહલી.


ઓવરઑલ વન-ડે હેડ-ટુ-હેડ રેકૉર્ડમાં ભલે ભારત આગળ હોય, પણ ICCની લિમિટેડ ઓવર્સની ઇવેન્ટ્સમાં કિવી ટીમ હંમેશાં ભારતીયો પર હાવી રહી છે. બન્ને ટીમ વચ્ચે ICCની લિમિટેડ ઓવર્સની ઇવેન્ટ્સમાં ૧૪ ટક્કર થઈ છે જેમાં ૧૦ વન-ડે વર્લ્ડ કપ મૅચ, ત્રણ T20 વર્લ્ડ કપ મૅચ અને એક ચૅમ્પિયન્સ ટ્રોફી મૅચનો સમાવેશ થાય છે જેમાંથી ચૅમ્પિયન્સ ટ્રોફીની ઑક્ટોબર ૨૦૦૦ની મૅચ સહિત ન્યુ ઝીલૅન્ડ નવ મૅચ જીત્યું છે, જ્યારે ભારતીય ટીમ માત્ર પાંચ મૅચ જીતી શકી છે. દુબઈમાં બન્ને ટીમ પહેલી વાર કોઈ વન-ડે ઇન્ટરનૅશનલ મૅચ રમશે. દુબઈમાં ભારત ૮માંથી ૭ વન-ડે મૅચ જીત્યું છે, જ્યારે એક મૅચ ટાઇ રહી છે. કિવી ટીમ આ મેદાન પર બે મૅચ રમી છે જેમાંથી એકમાં હાર મળી અને બીજી મૅચ નો-રિઝલ્ટ રહી છે.

વન-ડેમાં હેડ-ટુ-હેડ રેકૉર્ડ 
કુલ મૅચ     ૧૧૮
ભારતની જીત     ૬૦ 
ન્યુ ઝીલૅન્ડની જીત     ૫૦ 
નો-રિઝલ્ટ     ૦૭ 
ટાઇ:     ૦૧


300 આટલામી ઇન્ટરનૅશનલ વન-ડે મૅચ આજે રમશે ભારતનો સ્ટાર બૅટર વિરાટ કોહલી.  

ગ્રુપ-Aનું પૉઇન્ટ્સ-ટેબલ

 

ટીમ

મૅચ

જીત

હાર

નેટ રન-રેટ

પૉઇન્ટ્સ

 

ન્યુ ઝીલૅન્ડ

+૦.૮૬૩

ભારત

 ૨

+૦.૬૪૭

બંગલાદેશ

-૦.૪૪૩

પાકિસ્તાન

-૧.૦૮૭

 

Whatsapp-channel Whatsapp-channel

03 March, 2025 06:56 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK