ભારતીય ક્રિકેટ ટીમનો ટેસ્ટ અને વન-ડે કૅપ્ટન રોહિત શર્મા ગઈ કાલે ઑસ્ટ્રેલિયાની ધરતી પર ભારતની સૌથી મોટી ટેસ્ટ-જીતનો સાક્ષી બનવા ડ્રેસિંગ રૂમમાં હાજર હતો
રોહિત શર્મા ગઈ કાલે ઑસ્ટ્રેલિયાની ધરતી પર પિન્ક બૉલથી નેટ પ્રૅક્ટિસ કરી
ભારતીય ક્રિકેટ ટીમનો ટેસ્ટ અને વન-ડે કૅપ્ટન રોહિત શર્મા ગઈ કાલે ઑસ્ટ્રેલિયાની ધરતી પર ભારતની સૌથી મોટી ટેસ્ટ-જીતનો સાક્ષી બનવા ડ્રેસિંગ રૂમમાં હાજર હતો. તેણે આ જીત પહેલાં
લંચ-બ્રેક દરમ્યાન પિન્ક બૉલથી નેટ પ્રૅક્ટિસ પણ કરી હતી. તેણે રિઝર્વ ફાસ્ટ બોલર નવદીપ સૈની, યશ દયાલ, મુકેશ કુમાર અને અનુભવી સ્પિનર રવીન્દ્ર જાડેજાનો સામનો કર્યો હતો. છઠ્ઠી ડિસેમ્બરથી ઍડીલેડમાં શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટ-મૅચ પહેલાં ભારતીય ટીમ ૩૦ નવેમ્બરથી બે દિવસની પ્રૅક્ટિસ-મૅચ રમશે. કૅનબેરામાં પ્રેસિડન્ટ ઇલેવન સામે રમાનારી આ ડે-નાઇટ મૅચ પિન્ક બૉલથી રમાશે.