ઇંગ્લૅન્ડને ૧૭૪ રને રોક્યા બાદ ૨૪ ઓવરમાં ૧૭૮ રન ફટકારીને ૬ વિકેટે જીત મેળવી ભારતે, વૈભવ સૂર્યવંશીએ ૧૯ બૉલમાં ૪૮ રન ફટકાર્યા
ભારતની અન્ડર-19 ટીમનો કૅપ્ટન આયુષ મ્હાત્રે
ઇંગ્લૅન્ડ ટૂર પર ભારતની અન્ડર-19 ટીમે કાલે વિજયી શરૂઆત કરી હતી. ભારતે પાંચ મૅચની યુથ વન-ડે સિરીઝની પહેલી મૅચ ૬ વિકેટે જીતીને ૧-૦થી લીડ મેળવી લીધી છે. ઇંગ્લૅન્ડે ૪૨.૨ ઓવરમાં ઑલઆઉટ થઈને ૧૭૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને ભારતે ૨૪ ઓવરમાં ચાર વિકેટે ૧૭૮ રન બનાવીને ચેઝ કરી લીધો હતો.
૧૪ વર્ષના સ્ટાર બૅટર વૈભવ સૂર્યવંશી (૧૯ બૉલમાં ૪૮ રન)એ ટીમના કૅપ્ટન આયુષ મ્હાત્રે (૩૦ બૉલમાં ૨૧ રન) સાથે ૭૧ રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. વૈભવે ૨૫૨.૬૩ની સ્ટ્રાઇક રેટથી બૅટિંગ કરીને ત્રણ ફોર અને પાંચ સિક્સ ફટકારી હતી. વાઇસ કૅપ્ટન અભિજ્ઞાન કુંડુએ ચાર ફોર અને એક સિક્સરની મદદથી ૩૪ બૉલમાં ૪૫ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. ભારતીય સ્પિનર કનિષ્ક ચૌહાણ (૨૦ રનમાં ત્રણ વિકેટ) સિવાય ત્રણ ભારતીય બોલર્સે ૨-૨ વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો.

