Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બંગલાદેશી વિકેટકીપર-બૅટર લિટન દાસે દીકરીને વર્ષગાંઠ પર સમર્પિત કરી ટેસ્ટ-સેન્ચુરી

બંગલાદેશી વિકેટકીપર-બૅટર લિટન દાસે દીકરીને વર્ષગાંઠ પર સમર્પિત કરી ટેસ્ટ-સેન્ચુરી

Published : 17 November, 2026 08:39 AM | Modified : 17 November, 2026 09:15 AM | IST | Johannesburg
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાઉથ આફ્રિકા સામેની બે ટેસ્ટ-મૅચની સિરીઝની પહેલી મૅચમાં બંગલાદેશે શાનદાર પ્રારંભ કર્યો છે. જોહનિસબર્ગમાં બીજા દિવસે તૌહિદ હૃદયના ૨૨૭ બૉલમાં ૧૩૭ રન અને લિટન દાસના ૧૨૦ રનની મદદથી બંગલાદેશની પહેલી ઇનિંગ્સ ૧૦૧.૨ ઓવરમાં ૪૦૦-૧૦ના સ્કોર પર સમાપ્ત થઈ હતી.

લિટન દાસે પોતાની આઠમી ટેસ્ટ-સેન્ચુરીને પોતાની દીકરીની વર્ષગાંઠ નિમિત્તે તેને સમર્પિત કરી હતી. ગઈ કાલે ૩ વર્ષની થઈ લિટન દાસની દીકરી અનાયરા

લિટન દાસે પોતાની આઠમી ટેસ્ટ-સેન્ચુરીને પોતાની દીકરીની વર્ષગાંઠ નિમિત્તે તેને સમર્પિત કરી હતી. ગઈ કાલે ૩ વર્ષની થઈ લિટન દાસની દીકરી અનાયરા


સાઉથ આફ્રિકા સામેની બે ટેસ્ટ-મૅચની સિરીઝની પહેલી મૅચમાં બંગલાદેશે શાનદાર પ્રારંભ કર્યો છે. જોહનિસબર્ગમાં બીજા દિવસે તૌહિદ હૃદયના ૨૨૭ બૉલમાં ૧૩૭ રન અને લિટન દાસના ૧૨૦ રનની મદદથી બંગલાદેશની પહેલી ઇનિંગ્સ ૧૦૧.૨ ઓવરમાં ૪૦૦-૧૦ના સ્કોર પર સમાપ્ત થઈ હતી. યજમાન ટીમે પહેલી ઇનિંગ્સમાં ઓપનર માર્કેસ ઍકરમૅને ૨૧ ફોર, ૧ સિક્સના સહારે ૧૬૪ બૉલમાં ફટકારેલા ૧૫૭ રનની મદદથી ૬૨ ઓવર સુધીમાં ૨૮૭-૪નો સ્કોર કર્યો હતો.

બંગલાદેશના વિકેટકીપર-બૅટર લિટન દાસે પોતાની આઠમી ટેસ્ટ-સેન્ચુરીને પોતાની દીકરીની વર્ષગાંઠ નિમિત્તે તેને સમર્પિત કરી હતી. સદી ફટકાર્યા પછી તેણે ખિસ્સામાંથી કાગળનો ટુક્ડો કાઢીને દેખાડ્યો હતો. આ કાગળ પર લખ્યું હતું, ‘હૅપી બર્થ-ડે, માય પ્રિન્સેસ. ધિસ ૧૦૦ ફૉર યુ.’તૌહિદ હૃદયની જેમ લિટન દાસે પણ ૧૪ ફોર, ૧ સિક્સ ફટકારી હતી અને ૧૭૯ બૉલમાં ૧૨૦ રન નોંધાવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

17 November, 2026 09:15 AM IST | Johannesburg | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK