ઇંગ્લૅન્ડે અંતિમ ઓવરમાં જીત માટે જરૂરી ૬ રન ફટકારીને પાંચ વિકેટે ૧૬૮ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ભારતીય વિમેન્સે પહેલી વાર ઇંગ્લૅન્ડ સામે T20 સિરીઝ જીતી છે.
ઇંગ્લૅન્ડ સામે પાંચ મૅચની T20 સિરીઝ ૩-૨થી જીતી ગયા બાદ સેલિબ્રેશન કરતી ભારતીય વિમેન્સ ટીમ.
ઇંગ્લૅન્ડ સામે બર્મિંગહૅમની T20 મૅચ પાંચ વિકેટે હારતાં ભારતીય ટીમે પાંચ મૅચની સિરીઝમાં ૩-૨ની સ્કોરલાઇનથી સંતોષ કરવો પડ્યો છે. ૧૩ ફોર અને એક સિક્સ ફટકારનાર ઓપનર શફાલી વર્મા (૪૧ બૉલમાં ૭૫ રન)ની ઇનિંગ્સની મદદથી ભારતે ૭ વિકેટે ૧૬૭ રન બનાવ્યા હતા. ઇંગ્લૅન્ડે અંતિમ ઓવરમાં જીત માટે જરૂરી ૬ રન ફટકારીને પાંચ વિકેટે ૧૬૮ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ભારતીય વિમેન્સે પહેલી વાર ઇંગ્લૅન્ડ સામે T20 સિરીઝ જીતી છે.
આ મૅચમાં ઊતરતાંની સાથે હરમનપ્રીત કૌરે ઇતિહાસ રચ્યો હતો. તે ભારતીય વિમેન્સ ટીમ માટે સૌથી વધુ ૩૩૪ ઇન્ટરનૅશનલ મૅચ રમનારી પ્લેયર બની હતી. આ મામલે તેણે ભૂતપૂર્વ કૅપ્ટન મિતાલી રાજનો ૩૩૩ મૅચનો રેકૉર્ડ તોડ્યો હતો જે માર્ચ ૨૦૨૨માં અંતિમ મૅચ રમી હતી. હવે ૧૬થી બાવીસ જુલાઈ દરમ્યાન ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે ત્રણ મૅચની વન-ડે સિરીઝ રમાશે.
ADVERTISEMENT
221 આટલા રન સાથે ભારતીય વિમેન્સ ટીમ માટે એક T20 સિરીઝ/ટુર્નામેન્ટમાં હાઇએસ્ટ રન કરનારી પ્લેયર બની સ્મૃતિ માન્ધના.
વિમેન્સ પ્રીમિયર લીગ પ્લેયર્સની પ્રગતિનો અભિન્ન ભાગ રહ્યો છે. BCCIની પહેલનો એક ભાગ WPL અમારા માટે એક સુખદ અનુભવ રહ્યો છે. - ભારતીય વિમેન્સ ટીમના હેડ કોચ અમોલ મજુમદાર

