Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતીય બોલિંગ સામે શ્રીલંકા ઘૂંટણિયે પડ્યું, ૪૫ રનના લોએસ્ટ સ્કોર પર તંબુભેગું થયું

ભારતીય બોલિંગ સામે શ્રીલંકા ઘૂંટણિયે પડ્યું, ૪૫ રનના લોએસ્ટ સ્કોર પર તંબુભેગું થયું

Published : 02 October, 2026 06:43 PM | IST | Tokyo
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એશિયન ગેમ્સ 2026 માટેની ભારતીય મેન્સ ક્રિકેટ ટીમના સ્કોરકાર્ડનો એક ફોટો વાઇરલ થઈ રહ્યો છે. આ સ્કોરકાર્ડમાં બૅટિંગ લાઇન-અપમાં ‘ડબ્લ્યુ.એસ. મણિ સુંદર’, ‘એસ. વિશ્વનાથ’ અને ‘ટી.ટી.વી. નમ્બુરી’ જેવા અજાણ્યા નામો જોવા મળ્યા હતા.

પહેલી જ ઓવરમાં જસપ્રીત બુમરાહે માત્ર એક રન આપીને બે વિકેટ લીધી હતી, ઈશાન કિશને ૪૬ બૉલમાં નૉટઆઉટ ૮૦ રન કર્યા હતા.

પહેલી જ ઓવરમાં જસપ્રીત બુમરાહે માત્ર એક રન આપીને બે વિકેટ લીધી હતી, ઈશાન કિશને ૪૬ બૉલમાં નૉટઆઉટ ૮૦ રન કર્યા હતા.


કોરોગી સ્પોર્ટ્‍સ પાર્કમાં ગઈ કાલે ભારતે શ્રીલંકા સામેની પોતાની ૧૨૪ રનની સૌથી મોટી જીત સાથે એશિયન ગેમ્સ 2026ની ફાઇનલ મૅચમાં એન્ટ્રી કરી હતી. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર ભારતે ૨૦ ઓવરમાં ૧૬૯-૭નો સ્કોર ખડકી દીધો હતો. જવાબમાં શ્રીલંકા ૯.૫ ઓવરમાં ૪૫-૧૦નો પોતાનો લોએસ્ટ T20 સ્કોર કરીને તંબુભેગું થયું હતું.
T20 ઇન્ટરનૅશનલમાં ફુલ મેમ્બર નેશન ટીમના લોએસ્ટ સ્કોર મામલે શ્રીલંકાએ વેસ્ટ ઇન્ડીઝના ૨૦૧૯ના રેકૉર્ડની બરાબરી કરી હતી. શ્રીલંકાને પોતાની બીજી સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારત તરફથી ઓપનર વૈભવ સૂર્યવંશીએ ૨૧ બૉલમાં ૬ ફોર, બે સિક્સની મદદથી ૩૮ રન કરીને સારી શરૂઆત કરાવી આપી હતી. પાંચમા ક્રમે રમવા આવેલા ઈશાન કિશને ૪૬ બૉલમાં ૪ ફોર, પાંચ સિક્સની મદદથી અણનમ ૮૦ રન કર્યા હતા. શ્રીલંકાના સ્પિનર્સ તારિન્દુ રત્નાયકે અને કૅપ્ટન સહાન અરાચિગેએ ૨-૨ વિકેટ લીધી હતી.
રન-ચેઝ દરમ્યાન શ્રીલંકાએ ૩.૪ ઓવરમાં ૧૮ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ટીમ માટે ચોથા ક્રમનો બૅટર નુવાનિદુ ફર્નાન્ડો ૧૧ બૉલમાં બે સિક્સની મદદથી ૧૫ રનનો હાઇએસ્ટ સ્કોર કરી શક્યો હતો. પાંચ શ્રીલંકન બૅટર્સ ઝીરો પર આઉટ થયા હતા. 
ધારદાર બોલિંગ કરનાર ભારતીય બોલિંગ-યુનિટમાંથી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે બે ઓવરમાં ૭ રન આપીને, સ્પિનર અક્ષર પટેલે ત્રણ ઓવરમાં ૮ રન આપીને અને અભિષેક શર્માએ પાંચ બૉલમાં બે રન આપીને બે-બે વિકેટ લીધી હતી. સ્પિનર વૉશિંગ્ટન સુંદરે ત્રણ ઓવરમાં ૧૮ રન આપીને એક વિકેટ લીધી હતી.

સ્કોરકાર્ડનો ફોટો થયો વાઇરલ; લોકોએ પૂછ્યું કે એસ. વિશ્વનાથ, ટી.ટી.વી. નમ્બુરી કોણ છે?



એશિયન ગેમ્સ 2026 માટેની ભારતીય મેન્સ ક્રિકેટ ટીમના સ્કોરકાર્ડનો એક ફોટો વાઇરલ થઈ રહ્યો છે. આ સ્કોરકાર્ડમાં બૅટિંગ લાઇન-અપમાં ‘ડબ્લ્યુ.એસ. મણિ સુંદર’, ‘એસ. વિશ્વનાથ’ અને ‘ટી.ટી.વી. નમ્બુરી’ જેવા અજાણ્યા નામો જોવા મળ્યા હતા. 
આ નામો વૉશિંગ્ટન સુંદર, સંજુ સૅમસન અને તિલક વર્માનાં છે જેમનાં પૂરાં નામ વૉશિંગ્ટન સુંદર મણિ સુંદર, સંજુ વિશ્વનાથ સૅમસન અને ઠાકુર તિલક વર્મા નમ્બુરી છે. એક ચાહકે કમેન્ટ કરી કે ‘એશિયન ગેમ્સ, કૉમનવેલ્થ ગેમ્સ અને ઑલિમ્પિક્સમાં પાસપોર્ટ પર જે નામ હોય છે એનો જ ઉપયોગ કરવામાં આવે છે.’


Whatsapp-channel Whatsapp-channel

02 October, 2026 06:43 PM IST | Tokyo | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK