દુબઈમાં બન્ને ટીમો વચ્ચે રહ્યો છે બરાબરીનો સ્કોર
બન્ને ટીમ આ સ્ટેડિયમમાં ચાર T20 મૅચ રમી છે જેમાં બન્ને ટીમે બે-બે જીત નોંધાવી છે
ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 એશિયા કપ 2025ની બીજી વખતની ટક્કર આજે થશે. ગ્રુપ-સ્ટેજમાં મળેલી સાત વિકેટની કારમી હાર બાદ પાકિસ્તાની ટીમ આજે સુપર ફોર રાઉન્ડમાં ભારતને હરાવવા માટે ઉત્સુક હશે. જોકે જીતની હૅટ-ટ્રિક કરનાર ભારત સામે જીતવું તેમના માટે સરળ નહીં હોય. ઓવરઑલ રેકૉર્ડ અનુસાર ૧૪ T20 મૅચમાંથી ભારત ૧૧ અને પાકિસ્તાન માત્ર ત્રણ મૅચ જીત્યું છે.
સુપર ફોરની પોતાની મહત્ત્વપૂર્ણ મૅચમાં બન્ને ટીમ પ્લેઇંગ ઇલેવનમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કરી શકે છે. ભારત સામેના હૅન્ડશેકના વિવાદ બાદ સલમાન અલી આગા ઍન્ડ કંપની માટે આ પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે. સૂર્યકુમાર યાદવની ટીમ ઇન્ડિયા ટુર્નામેન્ટમાં પોતાનો દબદબો જાળવી રાખવાનો ટાર્ગેટ રાખશે.
ADVERTISEMENT
આ મૅચ ફરી દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિમયમાં રમાશે. બન્ને ટીમ આ સ્ટેડિયમમાં ચાર T20 મૅચ રમી છે જેમાં બન્ને ટીમે બે-બે જીત નોંધાવી છે. દુબઈમાં ભારત અગિયારમાંથી સાત મૅચ જીત્યું છે અને ચાર હાર્યું છે. પાકિસ્તાન આ સ્ટેડિયમમાં સૌથી વધુ ૩૫ T20 મૅચ રમ્યું છે જેમાં એને ૨૦ જીત અને ૧૫ હાર મળી છે.


