પાંચ સ્થાનના નુકસાન સાથે રોહિત શર્મા દસમા અને વિરાટ કોહલી બારમા સ્થાને પહોંચ્યો છે. બંગલાદેશ સામે પહેલી ઇનિંગ્સમાં ફિફ્ટી ફટકારનાર ઓપનર યશસ્વી જાયસવાલ એક સ્થાનના ફાયદા સાથે પાંચમા ક્રમે છે.
અશ્વિન ટેસ્ટ-રૅન્કિંગમાં નંબર વન બોલર અને નંબર ટૂ ઑલરાઉન્ડર છે.
વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંતે પુનરાગમન ટેસ્ટમાં શાનદાર સેન્ચુરી ફટકારીને(IND vs BAN) ICC ટેસ્ટ બૅટિંગ રૅન્કિંગમાં છઠ્ઠા સ્થાને પ્રવેશ કર્યો છે, પરંતુ ભારતીય કૅપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને પાંચ-પાંચ સ્થાનનું નુકસાન થયું છે. પાંચ સ્થાનના નુકસાન સાથે રોહિત શર્મા દસમા અને વિરાટ કોહલી બારમા સ્થાને પહોંચ્યો છે. બંગલાદેશ સામે પહેલી ઇનિંગ્સમાં ફિફ્ટી ફટકારનાર ઓપનર યશસ્વી જાયસવાલ એક સ્થાનના ફાયદા સાથે પાંચમા ક્રમે છે. બીજી ઇનિંગ્સમાં સેન્ચુરી ફટકારનાર શુભમન ગિલ પાંચ સ્થાનની છલાંગ લગાવીને ૧૪મા ક્રમે છે.