Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ટેસ્ટ-ક્રિકેટમાં ૩૦૦ વિકેટ અને ૩૦૦૦ રનની ડબલ સિદ્ધિ મેળવનારો ફાસ્ટેસ્ટ એશિયન બની ગયો રવીન્દ્ર જાડેજા

ટેસ્ટ-ક્રિકેટમાં ૩૦૦ વિકેટ અને ૩૦૦૦ રનની ડબલ સિદ્ધિ મેળવનારો ફાસ્ટેસ્ટ એશિયન બની ગયો રવીન્દ્ર જાડેજા

Published : 01 October, 2024 08:58 AM | Modified : 01 October, 2024 09:15 AM | IST | kanpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બંગલાદેશ સામે કાનપુર ટેસ્ટના ચોથા દિવસે ખાલેદ મહમૂદની વિકેટ લઈને રવીન્દ્ર જાડેજાએ ટેસ્ટ-ક્રિકેટમાં ૩૦૦ વિકેટની સિદ્ધિ મેળવી લીધી છે. આ પ્રતિષ્ઠિત આંકડા સુધી પહોંચનાર તે સાતમો ભારતીય બોલર બન્યો છે

રવીન્દ્ર જાડેજા

રવીન્દ્ર જાડેજા


બંગલાદેશ સામે કાનપુર ટેસ્ટના ચોથા દિવસે ખાલેદ મહમૂદની વિકેટ લઈને રવીન્દ્ર જાડેજાએ ટેસ્ટ-ક્રિકેટમાં ૩૦૦ વિકેટની સિદ્ધિ મેળવી લીધી છે. આ પ્રતિષ્ઠિત આંકડા સુધી પહોંચનાર તે સાતમો ભારતીય બોલર બન્યો છે. આ યાદીમાં તેની પહેલાં અનિલ કુંબલે (૬૧૯), આર. અશ્વિન (૫૨૪), કપિલ દેવ (૪૩૪), હરભજન સિંહ (૪૧૭), ઇશાન્ત શર્મા (૩૧૧) અને ઝહીર ખાન (૩૧૧)નું નામ સામેલ છે. 

IND vs BAN: જાડેજા ૧૭,૪૨૮ બૉલમાં ૩૦૦ ટેસ્ટ-વિકેટ પૂરી કરનાર ભારતનો બીજો ફાસ્ટેસ્ટ બોલર બન્યો છે. અશ્વિને આ સિદ્ધિ સૌથી ઝડપી ૧૫,૬૩૬ બૉલમાં મેળવી હતી. ટેસ્ટ-ક્રિકેટમાં ૩૦૦૦ રન અને ૩૦૦ વિકેટ લેનાર તે દુનિયાનો અગિયારમો અને ભારતનો ત્રીજો ઑલરાઉન્ડર બન્યો છે. તેણે કરીઅરની ૭૪મી ટેસ્ટ-મૅચમાં આ સિદ્ધિ મેળવી છે. આ ડબલ સિદ્ધિ મેળવનારો તે ફાસ્ટેસ્ટ એશિયન બની ગયો છે. અગાઉ આ એશિયન રેકૉર્ડ ઇમરાન ખાનના નામે હતો, તેણે ૭૫ ટેસ્ટ-મૅચમાં આ ડબલ સિદ્ધિ મેળવી હતી. ફાસ્ટેસ્ટ ૩૦૦ વિકેટ અને ૩૦૦૦ રનનો ઓવરઑલ રેકૉર્ડ ઇંગ્લૅન્ડના ઇયાન બૉથમના નામે છે, તેણે આ સિદ્ધિ ૭૨ ટેસ્ટમાં મેળવી હતી. કાનપુર ટેસ્ટમાં પહેલી ઇનિંગ્સમાં તેણે ૯.૨ ઓવરમાં ૨૮ રન આપીને એકમાત્ર વિકેટ ઝડપી હતી.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

01 October, 2024 09:15 AM IST | kanpur | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK