બંગલાદેશના હેડ કોચ ચંડિકા હથુરુસિંઘે ગઈ કાલે કહ્યું હતું કે ‘ચેન્નઈમાં ભારત સામેની પ્રથમ ટેસ્ટ-મૅચમાં અમારા ખેલાડીઓએ તેમની પ્રતિભા અને ક્ષમતા સાથે ન્યાય કર્યો નથી, પરંતુ આશા છે કે તેઓ બીજી ટેસ્ટમાં વધુ સારું પ્રદર્શન કરશે.
બંગલાદેશના હેડ કોચ ચંડિકા હથુરુસિંઘ
બંગલાદેશના હેડ કોચ ચંડિકા હથુરુસિંઘે ગઈ કાલે કહ્યું હતું કે ‘ચેન્નઈમાં ભારત સામેની પ્રથમ ટેસ્ટ-મૅચમાં અમારા ખેલાડીઓએ તેમની પ્રતિભા અને ક્ષમતા સાથે ન્યાય કર્યો નથી, પરંતુ આશા છે કે તેઓ બીજી ટેસ્ટમાં વધુ સારું પ્રદર્શન કરશે. અમારા કેટલાક ખેલાડીઓએ ક્રીઝ પર પૂરતો સમય વિતાવ્યો, પરંતુ એનો ફાયદો ઉઠાવી શક્યા નહીં. ભારતીય ટીમ અલગ-અલગ પડકારો રજૂ કરી રહી છે. અમે આ વાતથી સારી રીતે વાકેફ છીએ. એથી અમારે લાંબા સમય સુધી બૅટિંગ કરવી પડશે.’
IND vs BAN: ગ્રીન પાર્કની પિચ સ્પિનરોને મદદ કરી શકે છે જેથી બન્ને ટીમ તેમના એક ફાસ્ટ બોલરને પડતો મૂકીને પ્લેઇંગ ઇલેવનમાં એક સ્પિનરને રમાડી શકે છે, પરંતુ બંગલાદેશી કોચે કહ્યું હતું કે ‘અમે પિચ જોઈ છે, પરંતુ ગ્રાઉન્ડ્સમેને બે વિકેટ તૈયાર કરી છે. તેઓએ અમને જણાવ્યું નથી કે મૅચ કઈ વિકેટ પર રમાશે. પિચને આધારે અમે ટીમ તૈયાર કરીશું.’