ભારત-બંગલાદેશ મૅચના વિરોધમાં હિન્દુ મહાસભાનું એલાન
પ્રતીકાત્મક તસવીર
ભારત અને બંગલાદેશ વચ્ચે મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં યોજાનારી T20 મૅચના વિરોધમાં હિન્દુ મહાસભાએ ૬ ઑક્ટોબરે ગ્વાલિયર બંધનું એલાન આપ્યું છે. આ મુદ્દે હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય વાઇસ પ્રેસિડન્ટ જયવીર ભારદ્વાજે કહ્યું હતું કે બંગલાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે એટલે આ સમય પાડોશી દેશ સાથે મૅચ રમવાનો નથી, આથી એના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. જોકે એમાં જીવન જરૂરિયાતની ચીજોના પુરવઠાને કોઈ અસર નહીં પડે.