યશ દયાલનું ઇન્ટરનૅશનલ ડેબ્યુ ન થતાં IPL 2025માં તેને એક કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે અને તેની ટીમ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ના એક કરોડ રૂપિયા બચી જશે
યશ દયાલ
બંગલાદેશ સામેની ટેસ્ટ-સિરીઝ દરમ્યાન ફાસ્ટ બોલર યશ દયાલને ડેબ્યુની તક ન મળી અને હવે ન્યુ ઝીલૅન્ડ સામેની સ્ક્વૉડમાં તેને સ્થાન નથી મળ્યું. યશ દયાલનું ઇન્ટરનૅશનલ ડેબ્યુ ન થતાં IPL 2025માં તેને એક કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે અને તેની ટીમ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ના એક કરોડ રૂપિયા બચી જશે. અહેવાલો અનુસાર આગામી સીઝન માટે દરેક ટીમને પોતાની રિટેન્શન લિસ્ટ આપવાની ડેડલાઇન ૩૧ ઑક્ટોબર સુધીની આપવામાં આવી છે.
જોકે આ મહિનામાં ઇન્ટરનૅશનલ ડેબ્યુ ન થતાં યશ દયાલ IPL 2025 માટે અનકૅપ્ડ પ્લેયર જ રહેશે. RCBએ 2024ની સીઝન માટેના મિની ઑક્શનમાં યશ દયાલને પાંચ કરોડમાં ખરીદ્યો હતો, પણ આ વર્ષે તેને રિટેન કરવા માટે ચાર કરોડ જ આપવા પડશે, જ્યારે કોઈ પણ ફ્રૅન્ચાઇઝીએ કૅપ્ડ પ્લેયરને રિટેન કરવા માટે ૧૪થી ૧૮ કરોડ રૂપિયા ખર્ચવા પડશે.


