Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ન્યૂઝ શોર્ટમાં: આ તે કેવો જુગાડ : મુંબઈ-ગોવા હાઇવે પર સિમેન્ટની પ્લેટ્સ પર કાચની પટ્ટીઓ

ન્યૂઝ શોર્ટમાં: આ તે કેવો જુગાડ : મુંબઈ-ગોવા હાઇવે પર સિમેન્ટની પ્લેટ્સ પર કાચની પટ્ટીઓ

Published : 11 September, 2026 09:21 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આવા જુગાડને કારણે મુસાફરોની સુરક્ષા વિશે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


છેલ્લા દોઢ દાયકાથી રખડી પડેલા મુંબઈ-ગોવા હાઇવે પર આવેલા નાગોથાણે ફ્લાયઓવરને ગણેશોત્સવ દરમ્યાન લોકોને સુવિધા રહે એ માટે નાનાં વાહનો માટે ખુલ્લો મૂકવાની હિલચાલ ચાલી રહી છે ત્યારે આ બ્રિજ પર સિમેન્ટની પ્લેટ્સ પર કાચની પટ્ટીઓ લગાવવામાં આવી હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વિડિયો વાઇરલ થયા બાદ મુંબઈ-ગોવા હાઇવેના નિર્માણમાં કેવી ગુણવત્તાનું અને કયા દરજ્જાનું કામ થઈ રહ્યું છે એવો પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે. આવા જુગાડને કારણે મુસાફરોની સુરક્ષા વિશે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.

રસ્તા પરના ખાડાની સમસ્યાનું સૉલ્યુશન શું? જમ્બો સેલોટેપ




વિકાસની વાતો થાય છે અને મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં ખાડામુક્ત રસ્તાઓ જેવી મૂળભૂત સુવિધા આપવા પણ પ્રશાસન નિષ્ફળ જાય છે ત્યારે રસ્તા પરના ખાડાથી ત્રાહિત એક પુણેકરે પોતાનો અસંતોષ અને વિરોધ વ્યક્ત કરવા માટે અનોખો રસ્તો અપનાવ્યો હતો. પુણે પૅન્થર સેનાના સંસ્થાપક સચિન ભોસલેએ પુણેના લોહગાવમાં તંત્ર દ્વારા રસ્તાઓના ખાડાની સમસ્યા દૂર ન થતાં પોતે રસ્તા પર ઊતરીને જમ્બો સેલોટેપ લઈને રસ્તાના ખાડાઓ પર લગાવી હતી. આમ કરીને સચિને પ્રશાસનની કામગીરી પર કટાક્ષ કર્યો હતો. મ્યુનિસિપલ કૉર્પોરેશન પાસે ડામર નથી, પૈસા નથી એટલા માટે હું સેલોટેપ લગાવીને ખાડા પૂરી રહ્યો છું એમ કહીને સચિન રસ્તાઓના ખાડા પર જમ્બો સેલોટેપ લગાવે છે.


Whatsapp-channel Whatsapp-channel

11 September, 2026 09:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK