Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ટ્રેઇની ડૉક્ટર વિરુદ્ધ સૈફી હૉસ્પિટલે માંડ્યો ૧૨૫ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો

ટ્રેઇની ડૉક્ટર વિરુદ્ધ સૈફી હૉસ્પિટલે માંડ્યો ૧૨૫ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો

Published : 11 September, 2026 08:02 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોશ્યલ મીડિયા પોસ્ટમાં ટ્રેઇની ડૉક્ટરે માનસિક સતામણીનો લગાવ્યો આરોપ

સૈફી હૉસ્પિટલ

સૈફી હૉસ્પિટલ


ચર્ની રોડમાં આવેલી સૈફી હૉસ્પિટલે એક ટ્રેઇની ડૉક્ટર વિરુદ્ધ બૉમ્બે હાઈ કોર્ટમાં ૧૨૫ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો માંડ્યો છે. ટ્રેઇની ડૉક્ટર આસિયા ખાન લુકમાને હૉસ્પિટલમાં ગેરકાયદે રીતે વધુ કલાકો કામ કરાવવામાં આવતું હોવાનો, ટૉર્ચર અને રૅગિંગ થતું હોવાનો તથા તેની માનસિક સતામણી કરવામાં આવતી હોવાનો આરોપ કરતી બે સોશ્યલ મીડિયા પોસ્ટ મૂકી હતી જેને પગલે હૉસ્પિટલના સત્તાવાળાઓ દ્વારા માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે. 

હૉસ્પિટલના સત્તાવાળાઓએ ડૉક્ટર આસિયાના બધા જ આરોપો ફગાવ્યા હતા અને તે પોતે જ યોગ્ય રીતે કામ ન કરતી હોવાનો વળતો આરોપ કર્યો હતો. પોતાની ગેરવર્તણૂક છુપાવવા માટે તથા હૉસ્પિટલ તેની માગણીઓ પૂરી કરે એ માટે હૉસ્પિટલને મજબૂર કરવા માટે આવો આરોપ મૂક્યો હોવાનું હૉસ્પિટલના સત્તાવાળાઓનું કહેવું છે. માનહાનિના દાવા બાદ ડૉક્ટર આસિયાના વકીલે કહ્યું હતું કે કામના સ્થળે ભોગવવી પડતી મુશ્કેલીઓની ફરિયાદ કરવી એને માનહાનિ ગણી ન શકાય. 



બૉમ્બે હાઈ કોર્ટે આ કેસની સુનાવણી હાથ ધરી હતી અને એ દરમ્યાન ડૉક્ટર આસિયાને હૉસ્પિટલથી સંબંધિત કોઈ પણ સોશ્યલ મીડિયા પોસ્ટ ન કરવાનો નિર્દેશ આપ્યો હતો. હાઈ કોર્ટની સિંગલ જજની બેન્ચે ડૉક્ટર આસિયાને હૉસ્પિટલ વિરુદ્ધ કોઈ પોસ્ટ ન મૂકવા જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

11 September, 2026 08:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK