ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની ગવર્નિંગ બોર્ડની મીટિંગમાં ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 માટે સભ્યો કોઈ પણ નિષ્કર્ષ પર ન પહોંચી શક્યા એને પગલે આ ટુર્નામેન્ટ બાબતનું સસ્પેન્સ યશાવત્ રહ્યું છે
ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫
શુક્રવારે મળેલી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની ગવર્નિંગ બોર્ડની મીટિંગમાં ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 માટે સભ્યો કોઈ પણ નિષ્કર્ષ પર ન પહોંચી શક્યા એને પગલે આ ટુર્નામેન્ટ બાબતનું સસ્પેન્સ યશાવત્ રહ્યું છે. આ ટુર્નામેન્ટ આવતા વર્ષે ૧૯ ફેબ્રુઆરીથી ૯ માર્ચ સુધી પાકિસ્તાનમાં નિર્ધારિત છે, પણ ભારતે પાકિસ્તાન જવાને બદલે પોતાની મૅચો અન્યત્ર રમાડવાની માગણી કરી છે એને પગલે વાત અટકેલી છે. પાકિસ્તાનમાં વન-ડે ફૉર્મેટનો એશિયા કપ યોજાયો ત્યારે પણ ભારત ત્યાં ગયું નહોતું અને એની મૅચો શ્રીલંકાના કોલંબોમાં રમાડવામાં આવેલી. પાકિસ્તાન જોકે આ વખતે આ પ્રકારના હાઇબ્રીડ મૉડલ માટે તૈયાર નથી.
ICCની ગઈ કાલની મીટિંગમાં ગવર્નિંગ બોર્ડના તમામ ૧૫ સભ્યો ઑનલાઇન મળ્યા હતા, પણ કોઈ નિર્ણય નહોતો લેવાઈ શક્યો. આગામી દિવસોમાં આ સભ્યો ફરી મળશે, જેથી ૮ ટીમનો સમાવેશ કરતી ૫૦-૫૦ ઓવરની ચૅમ્પિયન્સ ટ્રોફીની ટુર્નામેન્ટ વિશે ફાઇનલ નિર્ણય લઈ શકાય.