વાનખેડે સ્ટેડિયમમાં એક ઇવેન્ટ દરમ્યાન આ ટ્રોફી પ્રદર્શિત કરવામાં આવી છે
ભારતની યંગ મહિલા ક્રિકેટર્સને આ ટ્રોફી સાથે ફોટો પડાવવાની તક મળી છે
ત્રીજી ઑક્ટોબરથી આયોજિત ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024ની ચમકતી ટ્રોફી એની વર્લ્ડ-ટૂર દરમ્યાન હાલમાં મુંબઈ પહોંચી છે. વાનખેડે સ્ટેડિયમમાં એક ઇવેન્ટ દરમ્યાન આ ટ્રોફી પ્રદર્શિત કરવામાં આવી છે જ્યાં ભારતની યંગ મહિલા ક્રિકેટર્સને આ ટ્રોફી સાથે ફોટો પડાવવાની તક મળી છે.
ભારતીય મહિલા ટીમનાં ભૂતપૂર્વ કૅપ્ટન ડાયના એદલજીએ આ દરમ્યાન કહ્યું હતું કે T20 વર્લ્ડ કપમાં ICC ટ્રોફીના દુકાળને સમાપ્ત કરવા પ્રેશરવાળી સ્થિતિમાં સંયમ જાળવી રાખવાની જરૂર છે.
ભારત ૨૦૨૦માં મહિલા T20 વર્લ્ડ કપ જીતવાની નજીક પહોંચી ગયું હતું, પરંતુ ફાઇનલમાં છ વખતની ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું.


