Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ...તો બાબર બનશે પાકિસ્તાનનો પ્રાઇમ મિનિસ્ટર : સુનિલ ગાવસકર

...તો બાબર બનશે પાકિસ્તાનનો પ્રાઇમ મિનિસ્ટર : સુનિલ ગાવસકર

Published : 13 November, 2022 02:12 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૯૯૨ અને ૨૦૨૨ના સંયોગ વચ્ચે ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટને કરી ગજબની ભવિષ્યવાણી

મેલબર્નમાં પ્રેસ-કૉન્ફરન્સમાં હાજરી આપી રહેલો બાબર આઝમ

મેલબર્નમાં પ્રેસ-કૉન્ફરન્સમાં હાજરી આપી રહેલો બાબર આઝમ


બાબર આઝમના નેતૃત્વમાં પાકિસ્તાનની ટીમ ટી૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં આજે ઇંગ્લૅન્ડ સામે ટકરાશે. વર્તમાન ટુર્નામેન્ટ અને ૧૯૯૨ના ૫૦ ઓવરના વર્લ્ડ કપમાં ટીમની પ્રગતિમાં ગજબની સમાનતા છે. એ વર્લ્ડ કપ પાકિસ્તાન ઇમરાન ખાનના નેતૃત્વમાં જીત્યું હતું. ગાવસકરે સ્ટાર સ્પોર્ટ્સમાં કહ્યું કે ‘તમે જાણો છો કે જો પાકિસ્તાન વર્લ્ડ કપ જીતી જાય તો ૨૦૪૮માં બાબર આઝમ પાકિસ્તાનનો પ્રાઇમ મિનિસ્ટર હશે.

૧૯૯૨ના વર્લ્ડ કપમાં વસીમ અકરમના શાનદાર પ્રદર્શનને કારણે પાકિસ્તાન ઇંગ્લૅન્ડને હરાવીને ટાઇટલ જીત્યું હતું. ઇમરાન ત્યાર બાદ દેશનો વડા પ્રધાન બન્યો હતો. આમ ૧૯૯૨ના કૅપ્ટન ઇમરાન ખાન ૨૦૧૮માં પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા હતા. સુનીલ ગાવસકરે આ વાત ઍડીલેડમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે બીજી સેમી ફાઇનલની શરૂઆત પહેલાં કરી હતી. આ વિડિયો સોશ્યલ મીડિયામાં પણ એક યુઝરે અપલોડ કર્યો હતો. ગાવસકરની આ વાત સાંભળીને શેન વૉટ્સન અને માઇકલ આથર્ટન પોતાનું હસવાનું રોકી શક્યા નહોતા. 


Whatsapp-channel Whatsapp-channel

13 November, 2022 02:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK