શનિવારે વિકેટકીપર-બૅટર શાઇ હોપની કૅપ્ટન્સીમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ પહેલી જ વખત વન-ડેના વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય ન થઈ શકી.
મહાન ખેલાડી વિવ રિચર્ડ્સે બે દિવસ પહેલાં ક્રિકેટના એક કોચિંગ ક્લાસમાં સ્ટુડન્ટ્સને ટિપ્સ આપી હતી.
૧૯૭૫ અને ૧૯૭૯માં ક્લાઇવ લૉઇડના સુકાનમાં વેસ્ટ ઇન્ડીઝના ખ્યાતનામ ખેલાડીઓ પહેલા બન્ને વન-ડે વર્લ્ડ કપ જીત્યા હતા. ૧૯૮૩માં કપિલ દેવના સુકાનમાં ભારતે વર્ચસ તોડ્યું એ પહેલાં કૅરિબિયનોથી ક્રિકેટની આખી દુનિયા કાંપતી હતી.

ADVERTISEMENT
૨૯ વર્ષ બાદ ફરી વેસ્ટ ઇન્ડીઝના સુવર્ણ દિવસો આવ્યા હતા અને ડૅરેન સૅમીના સુકાનમાં વેસ્ટ ઇન્ડીઝ ૨૦૧૨માં અને ૨૦૧૬માં ટી૨૦ વર્લ્ડ કપ જીત્યું હતું.

જોકે એ બાદ કૅરિબિયનો ફરી કંગાળ રમવા લાગ્યા અને હવે તો હદ થઈ ગઈ. શનિવારે વિકેટકીપર-બૅટર શાઇ હોપની કૅપ્ટન્સીમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ પહેલી જ વખત વન-ડેના વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય ન થઈ શકી. સ્કૉટલૅન્ડ સામે એનો ૭ વિકેટે પરાજય થતાં કૅરિબિયનોના માથે કલંક લાગ્યું હતું.

હવે વેસ્ટ ઇન્ડીઝમાં નવયુવાનોને તૈયાર કરવામાં આવી રહ્યા છે. મહાન ખેલાડી વિવ રિચર્ડ્સે બે દિવસ પહેલાં ક્રિકેટના એક કોચિંગ ક્લાસમાં સ્ટુડન્ટ્સને ટિપ્સ આપી હતી.


