જાન્યુઆરી ૨૦૦૯થી અપાતા અવૉર્ડથી આ વખતે ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન ઍલસ્ટર કુકને, ભૂતપૂર્વ ભારતીય મહિલા ક્રિકેટર નીતુ ડેવિડને અને સાઉથ આફ્રિકાના દિગ્ગજ એબી ડિવિલિયર્સને સન્માનિત કરવામાં આવ્યા છે.
એબી ડિવિલિયર્સનો અવૉર્ડ સાથે સેલ્ફી (ડાબે), દુબઈમાં હૉલ ઑફ ફેમ અવૉર્ડ સાથે ઍલસ્ટર કુક અને નીતુ ડેવિડ (જમણે).
ICCએ ૧૫ ઑક્ટોબરે ક્રિકેટજગતના ત્રણ દિગ્ગજોનો તેમના યોગદાન બદલ હૉલ ઑફ ફેમમાં સમાવેશ કર્યો હતો. જાન્યુઆરી ૨૦૦૯થી અપાતા અવૉર્ડથી આ વખતે ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન ઍલસ્ટર કુકને, ભૂતપૂર્વ ભારતીય મહિલા ક્રિકેટર નીતુ ડેવિડને અને સાઉથ આફ્રિકાના દિગ્ગજ એબી ડિવિલિયર્સને સન્માનિત કરવામાં આવ્યા છે. આ અવૉર્ડ મેળવનારા તેઓ ૧૧૩મા, ૧૧૪માં અને ૧૧૫મા ક્રિકેટર છે.
દુબઈમાં વિમેન્સ T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ દરમ્યાન એબી ડિવિલિયર્સ હાજર રહી શક્યો નહોતો. તેના ઘરે આ અવૉર્ડની ડિલિવરી થતાં તેણે હૉલ ઑફ ફેમ સાથેનો ફોટો શૅર કર્યો હતો. ઍલસ્ટર કુક અને નીતુ ડેવિડને દુબઈમાં ફાઇનલ મૅચ દરમ્યાન સન્માનિત કરવામાં આવ્યાં હતાં.