આ સમિટના ભાગરૂપે HCL GUVI ઇન્ડિયા AI ઈમ્પેક્ટ બિલ્ડાથોન 2026 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાના પ્રથમ રાઉન્ડમાં સમગ્ર ભારતમાંથી 15,000 થી વધુ ટીમો અને 40,000 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ‘સ્કૅમર્સને જ સ્કૅમ કરવા’ નો છે.
ચારુસેટના વિદ્યાર્થીઓ `ઇન્ડિયા AI સમિટ 2026` માં ફાઇનલિસ્ટ તરીકે ઝળક્યા
ભારત સરકાર દ્વારા આયોજિત `ઇન્ડિયા AI સમિટ 2026` આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ક્ષેત્રમાં ઈનોવેશન, રિસર્ચ અને તેના વાસ્તવિક ઉપયોગોને પ્રોત્સાહન આપતું દેશનું સૌથી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય મંચ હતું. આ સમિટમાં પૉલીસીમેકર્સ, ઉદ્યોગ જગતના અગ્રણી નેતાઓ, શિક્ષણવિદો અને દેશભરના યુવા સંશોધકો એકસાથે આવ્યા હતા, તેમણે જટિલ સામાજિક અને ટૅકનિકલ પડકારોના ઉકેલ માટે AI-આધારિત નવીન મોડેલ્સ રજૂ કર્યા.
આ સમિટના ભાગરૂપે HCL GUVI ઇન્ડિયા AI ઈમ્પેક્ટ બિલ્ડાથોન 2026 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાના પ્રથમ રાઉન્ડમાં સમગ્ર ભારતમાંથી 15,000 થી વધુ ટીમો અને 40,000 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ભારત મંડપમ, નવી દિલ્હીમાં યોજાયેલ ફાઈનલ રાઉન્ડ માટે દેશભરમાંથી માત્ર 200 ટીમો અને 850 સ્પર્ધકોની જ પસંદગી કરવામાં આવી હતી. આ ફાઈનલિસ્ટોમાં ચાંગાસ્થિત ચારુસેટ યુનિવર્સિટીના CSPIT ના AI & ML વિભાગના ત્રણ વિદ્યાર્થીઓ અંશુ ત્રિવેદી, હૃદય પટેલ અને જુગલ લછવાણીએ રાષ્ટ્રીય સ્તરે ટોચના 2 ટકા સ્પર્ધકોમાં સ્થાન મેળવીને ટોચની 200 ટીમોમાં સ્થાન મેળવ્યું હતું. ફાઈનલ રાઉન્ડ માટે દેશમાંથી માત્ર 200 ટીમો અને 850 સ્પર્ધકોની પસંદગી થઇ હતી. જેમાં ચારુસેટના ત્રણ વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે ટોચના 2 ટકા સ્પર્ધકોમાં સ્થાન પ્રાપ્ત કર્યું.
ADVERTISEMENT
આ વિદ્યાર્થીઓએ સાયબર સુરક્ષા માટે અત્યાધુનિક સોલ્યુશન વિકસાવ્યું
જેનો હેતુ ‘સ્કૅમર્સને જ સ્કૅમ કરવા’ (scamming the scammers) નો છે. આ એક રિયલ-ટાઇમ AI-સંચાલિત સ્પૅમ ડિટેક્શન અને ઇન્ટેલિજન્ટ હનીપૉટ સિસ્ટમ છે, જે શંકાસ્પદ છેતરપિંડી કરનારાઓ (fraudsters) ને ઓટોમેટેડ વાતચીતમાં વ્યસ્ત રાખે છે. હનીપૉટ ઇન્ટરેક્શન દ્વારા આ સિસ્ટમ છેતરપિંડી કરનારાઓના UPI ID, બૅન્ક એકાઉન્ટ નંબર અને અન્ય ડિજિટલ પેમેન્ટ ઓળખકર્તાઓ જેવી મહત્ત્વપૂર્ણ માહિતી મેળવવામાં સક્ષમ છે. આ અભિગમ માત્ર સ્કૅમર્સને ટ્રેક કરવામાં જ નહીં, પરંતુ ડિજિટલ નાણાકીય સુરક્ષાને મજબૂત કરવામાં પણ નોંધપાત્ર યોગદાન આપે છે.
આ સ્પર્ધાનું મૂલ્યાંકન અભિષેક સિંહ (CEO, IndiaAI), દેબાશિષ મિશ્રા (Chief General Manager, SBI), ડૉ. બુદ્ધ ચંદ્રશેખર (Chief Coordinating Officer, AICTE), અંકિત કક્કર (Senior Director, MongoDB) અને નીરજ વાલિયા સહિત સરકાર અને ઉદ્યોગ જગતના અગ્રણી મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. ચારુસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલ, પ્રોવોસ્ટ ડૉ. અતુલ પટેલ, રજીસ્ટ્રાર ડૉ. બિનીત પટેલ, FTE ડીન ડૉ. વિજય ચૌધરી, CSPITના પ્રિન્સીપાલ ડૉ. તૃષિત ઉપાધ્યાય, AIML ડીપાર્ટમેન્ટના વડા ડૉ. નીરવ ભટ્ટ અને મેન્ટર ડૉ. જલ્પેશ વસાએ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરની આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે.
