DRSના નિયમોમાં પણ આગામી સમયમાં સુધારો થશે જેની વધુ વિગતો ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે.
પ્રતીકાત્મક તસવીર
ICCએ તમામ દેશના ક્રિકેટ બોર્ડને જૂન-જુલાઈથી ક્રિકેટમાં લાગુ થઈ રહેલી નવી પ્લેઇંગ કન્ડિશન્સની માહિતી મોકલી છે. આ કન્ડિશન્સ આ જૂન મહિનામાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ફાઇનલ બાદ ટેસ્ટ-ફૉર્મેટમાં અને જુલાઈ ૨૦૨૫થી લિમિટેડ ઓવર્સના ફૉર્મેટમાં લાગુ થશે.
કન્કશન સબ્સ્ટિટ્યુટ ઃ ટીમોએ હવે મૅચ પહેલાં ઇન્જર્ડ પ્લેયર્સના રિપ્લેસમેન્ટ માટે પાંચ કન્કશન પ્લેયર્સ પસંદ કરવાના રહેશે - એક વિકેટકીપર, એક બૅટ્સમૅન, એક ફાસ્ટ બોલર, એક સ્પિનર અને એક ઑલરાઉન્ડર. એનાથી કન્કશન સબ્સ્ટિટ્યુટના નિયમનો દુરુપયોગ ઘટશે અને સમાન ક્ષમતા ધરાવતા પ્લેયર્સ જ રિપ્લેસમેન્ટ તરીકે મેદાન પર ઊતરશે.
ADVERTISEMENT
વન-ડે ઇનિંગ્સમાં હવે ૩૪ ઓવર સુધી બે બૉલનો ઉપયોગ કરી શકાશે, પરંતુ બાકીની ૧૬ ઓવર એક જ બૉલ પસંદ કરીને એનો ઉપયોગ કરવો પડશે. અત્યાર સુધી સંપૂર્ણ ઇનિંગ્સમાં બન્ને છેડેથી ૨૫-૨૫ ઓવર જુદા-જુદા બૉલનો ઉપયોગ થતો આવ્યો છે. આ ફેરફારનો હેતુ વન-ડેમાં રિવર્સ સ્વિંગ ફરીથી દાખલ કરવા અને બૅટ તથા બૉલ વચ્ચે સંતુલન સ્થાપિત કરવાનો છે.
આ સિવાય બાઉન્ડરી કૅચ રેગ્યુલેશન્સ અને ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (DRS)ના નિયમોમાં પણ આગામી સમયમાં સુધારો થશે જેની વધુ વિગતો ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે.


