મહિલા ટીમોને આ વર્ષે પ્રથમ વાર સામેલ કરવામાં આવી છે. જયેશ શુક્લ ઉદ્ઘાટન અને ઇનામ વિતરણ સમારોહનું સંચાલન કરશે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
શ્રી બહ્મક્ષત્રિય સંપર્ક સમાજના ભૂતપૂર્વ પ્રમુખ અને પ્લાસ્ટિક બંગડીના યુવાન ઉદ્યોગપતિ હેમુ પડિયાની સ્મૃતિમાં શનિવાર, ૮મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિને બોરીવલી-વેસ્ટમાં ગોખલે કૉલેજ પાસે આવેલા સમાજ ઉન્નતિ ગ્રાઉન્ડમાં હેમુ પડિયા પ્રીમિયર લીગ (HPPL) ટર્ફ ક્રિકેટ-ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ખત્રી સમાજની યુવા શક્તિને સંગઠિત કરીને સામાજિક કાર્યોમાં જોડવાના ઉમદા ઉદ્દેશ સાથે ૨૦૨૩માં શરૂ કરવામાં આવેલી આ પ્રીમિયર લીગ પુરુષોની ટૉપ ૧૦ ટીમો (અક્ષ ચૅલેન્જર્સ ખત્રી, અમેરિકન વૉરિયર્સ ખત્રી, ડિવાઇન ૧૧ ખત્રી ફાઇટર્સ, એસ. કે. રેન્જર્સ ખત્રી, રૉયલ જેમ્સ ખત્રી, બ્રહ્મક્ષત્રિય ટાઇગર્સ, સી-એક્સ ખત્રી, રેસુ-રોહિત પેન્થર્સ ખત્રી, અનબીટેબલ ખત્રી અને બીકે રૉક્સ ખત્રી) અને મહિલાઓની બે ટીમ (ખત્રી સુપર ક્વીન્સ અને ખત્રી વુમન વૉરિયર્સ) ભાગ લઈ રહી છે. મહિલા ટીમોને આ વર્ષે પ્રથમ વાર સામેલ કરવામાં આવી છે. જયેશ શુક્લ ઉદ્ઘાટન અને ઇનામ વિતરણ સમારોહનું સંચાલન કરશે.

