Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > T20 ઇન્ટરનૅશનલમાં ૨૦૦ મૅચ રમનાર પહેલી ક્રિકેટર બનશે હરમનપ્રીત કૌર

T20 ઇન્ટરનૅશનલમાં ૨૦૦ મૅચ રમનાર પહેલી ક્રિકેટર બનશે હરમનપ્રીત કૌર

Published : 20 June, 2026 07:56 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હરમનપ્રીત કૌર વધુ એક મૅચ રમીને વિમેન્સ અને મેન્સ T20 ઇન્ટરનૅશનલમાં ૨૦૦ મૅચ રમનાર પહેલી ક્રિકેટર બની જશે. આ લિસ્ટમાં હજી સુધી કોઈ બૅટર ૧૮૫ મૅચ પણ રમી શક્યું નથી.

T20 ઇન્ટરનૅશનલમાં ૨૦૦ મૅચ રમનાર પહેલી ક્રિકેટર બનશે હરમનપ્રીત કૌર

T20 ઇન્ટરનૅશનલમાં ૨૦૦ મૅચ રમનાર પહેલી ક્રિકેટર બનશે હરમનપ્રીત કૌર

વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026માં બૅક-ટુ-બૅક મૅચ જીત્યા બાદ ભારતીય ટીમ હવે ત્રણ ડેન્જરસ ટીમો સામે ટક્કરાશે. ૨૧ જૂને સાઉથ આફ્રિકા, ૨૫ જૂને બંગલાદેશ અને ૨૮  જૂને ઑસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમની ટક્કર થશે. આ મૅચો દરમ્યાન ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌર મોટો રેકૉર્ડ પોતાને નામે કરશે. 
હરમનપ્રીત કૌર વધુ એક મૅચ રમીને વિમેન્સ અને મેન્સ T20 ઇન્ટરનૅશનલમાં ૨૦૦ મૅચ રમનાર પહેલી ક્રિકેટર બની જશે. આ લિસ્ટમાં હજી સુધી કોઈ બૅટર ૧૮૫ મૅચ પણ રમી શક્યું નથી. 
વર્ષ ૨૦૦૯થી હમણાં સુધી હરમનપ્રીત કૌરે ૧૯૯ T20 મૅચ રમી છે. ૧૭૮ ઇનિંગ્સમાં તેણે બૅટિંગ કરીને ૧૭ ફિફ્ટી અને એક સેન્ચુરીની મદદથી ૪૧૨૩ રન કર્યા છે. ૬૨ ઇનિંગ્સમાં બોલિંગ કરીને તેણે ૩૨ વિકેટ લીધી છે.

Whatsapp-channel Whatsapp-channel

20 June, 2026 07:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK