આ ડેટ છોકરી માટે ખૂબ યાદગાર બની ગઈ હોવાની વાત પણ તેણે કરી છે
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
સોશ્યલ મીડિયા પર એક છોકરીએ તેની ટિન્ડર ડેટ વિશે વાત કરી છે. ડેટિંગ ઍપ્લિકેશન ટિન્ડર પર એક છોકરા-છોકરીએ પહેલી વાર ડેટ પર જવાનું નક્કી કર્યું હતું. મોટા ભાગે પહેલી ડેટ માટે ફિલ્મ અથવા તો ડિનર અથવા તો કૉફી પર લોકો જાય છે. જોકે આ છોકરો તેને ઇન્ડિયન ટીમની વિક્ટરી પરેડમાં લઈ ગયો હતો. T20 વર્લ્ડ કપની જીતના સેલિબ્રેશનમાં તેઓ સાથે ગયાં હતાં. આ છોકરીએ ટ્વિટર પર તેનો ફોટો શૅર કર્યો હતો. ફોટો શૅર કરીને તેણે કહ્યું હતું કે તેનો ટિન્ડર મૅચ તેને ડેટ પર વિક્ટરી પરેડમાં લઈ ગયો હતો અને તેને વિરાટ કોહલીની ફ્લાઇંગ કિસ મળી હતી. આ ડેટ છોકરી માટે ખૂબ યાદગાર બની ગઈ હોવાની વાત પણ તેણે કરી છે. આ છોકરીનો ફોટો વાઇરલ થયો છે અને તેને ઘણી લાઇક્સ તથા કમેન્ટ્સ મળી રહ્યાં છે. સોશ્યલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે ઇન્ડિયન ટીમની વિક્ટરી પરેડમાં આ છોકરાની પણ જીત થઈ છે. ઘણા યુઝર્સ એ છોકરીને આ છોકરા સાથે લગ્ન કરવા માટે કહી રહ્યા છે.

