રાહુલ દ્રવિડનો મેસેજ સાંભળીને ભાવુક થયેલા ગૌતમ ગંભીરે કહ્યું હતું કે...
ગૌતમ ગંભીર, રાહુલ દ્રવિડ
ભારતીય ક્રિકેટ બોર્ડે તેમના સોશ્યલ અકાઉન્ટ પર એક વિડિયો પોસ્ટ કર્યો છે જેમાં ગૌતમ ગંભીર તેના લૅપટૉપ પર રાહુલ દ્રવિડનો એક સ્પેશ્યલ મેસેજ સાંભળે છે. આ ઑડિયોમાં ભૂતપૂર્વ ભારતીય હેડ કોચ દ્રવિડ ગંભીરને કહે છે, ‘હેલો ગૌતમ, ટીમ ઇન્ડિયાના કોચ તરીકે અમારી દુનિયાના સૌથી અદ્ભુત કાર્યમાં તમારું સ્વાગત છે. ટીમ ઇન્ડિયાના કોચ તરીકેની મારી સફર મેં જે રીતે પૂરી કરી એ સપનું કઈક અલગ જ હતું અને હવે ત્રણ અઠવાડિયાં થઈ ગયાં છે. બાર્બેડોઝમાં અને થોડા દિવસો પછી મુંબઈમાં સાંજે જે બન્યું એ અદ્ભુત હતું. હવે તમે કોચ છો, હું તમારા માટે પણ એ જ પ્રાર્થના કરીશ.’
રાહુલ દ્રવિડનો મેસેજ સાંભળીને ભાવુક થયેલા ગૌતમ ગંભીરે કહ્યું હતું કે ‘રાહુલ દ્રવિડે હંમેશાં એ કર્યું જે ભારતીય ક્રિકેટ માટે જરૂરી હતું. રાહુલ દ્રવિડ એવી વ્યક્તિ છે જેની મેં લાંબા સમયથી પ્રશંસા કરી છે. મેં ઘણી વખત કહ્યું છે કે હું જે ખેલાડીઓ સાથે રમ્યો છું એમાં રાહુલભાઈ એવા ક્રિકેટર છે જે ક્યારેય પોતાના માટે રમ્યા નથી. તેઓ ભારતીય ક્રિકેટ માટે રમ્યા હતા.’


