મેં ક્યારેય ટીમ રમતમાં વ્યક્તિઓ વિશે વાત કરી નથી. તેં ફક્ત આ ડ્રેસિંગ રૂમને જ પ્રેરણા આપી નથી, પરંતુ તેં આગામી પેઢીને પ્રેરણા આપી છે
મૅન્ચેસ્ટરમાં ટેસ્ટ-મૅચ ડ્રૉ કર્યા બાદ ભારતીય ડ્રેસિંગ રૂમનું દૃશ્ય.
ભારતીય ક્રિકેટ બોર્ડે મૅન્ચેસ્ટર ટેસ્ટ-મૅચ બાદ ભારતીય ડ્રેસિંગ રૂમનો એક વિડિયો ગઈ કાલે શૅર કર્યો હતો જેમાં ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીર ઇન્જર્ડ વિકેટકીપર-બૅટર રિષભ પંતને કહે છે, ‘આ ટેસ્ટ-ટીમનો પાયો તારા યોગદાન પર આધારિત હશે. મને વ્યક્તિઓ વિશે વાત કરવાનું ફાવતું નથી. મેં ક્યારેય ટીમ રમતમાં વ્યક્તિઓ વિશે વાત કરી નથી. તેં ફક્ત આ ડ્રેસિંગ રૂમને જ પ્રેરણા આપી નથી, પરંતુ તેં આગામી પેઢીને પ્રેરણા આપી છે. આ એ વારસો છે જે તેં તારા માટે અને આ ડ્રેસિંગ રૂમમાં દરેક માટે બનાવ્યો છે, ખૂબ જ સરસ. દેશ હંમેશાં તારા પર ગર્વ કરશે.’
ડ્રેસિંગ રૂમમાં હાજર ટીમના તમામ સભ્યોએ આ શબ્દો સાંભળીને રિષભ પંત માટે તાળીઓ વગાડી હતી.


