Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હાર્દિક પંડ્યા સાથે કરોડોની છેતરપિંડી, સાવકા ભાઈની મુંબઈ પોલીસે કરી ધરપકડ

હાર્દિક પંડ્યા સાથે કરોડોની છેતરપિંડી, સાવકા ભાઈની મુંબઈ પોલીસે કરી ધરપકડ

Published : 11 April, 2024 01:33 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

હાર્દિક હવે એક કેસનો સામનો કરી રહ્યો છે. કરોડો રૂપિયાની છેતરપિંડી પણ સામે આવી છે. આ છેતરપિંડી હાર્દિક સાથે તેના સાવકા ભાઈ વૈભવ પંડ્યા દ્વારા કરવામાં આવી છે

હાર્દિક પંડ્યાની ફાઇલ તસવીર

હાર્દિક પંડ્યાની ફાઇલ તસવીર


ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 17મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમની કપ્તાની કરી રહેલા હાર્દિક પંડ્યા (Fraud With Hardik Pandya)ની ટીમ મેદાન પર અપેક્ષા મુજબનું પ્રદર્શન બતાવવામાં સફળ રહી નથી, તો બીજી તરફ હાર્દિક હવે એક કેસનો સામનો કરી રહ્યો છે. કરોડો રૂપિયાની છેતરપિંડી પણ સામે આવી છે. આ છેતરપિંડી હાર્દિક સાથે તેના સાવકા ભાઈ વૈભવ પંડ્યા દ્વારા કરવામાં આવી છે. આ મામલે હાર્દિક અને કૃણાલ તરફથી મુંબઈની ઈકોનોમિક ઑફેન્સ વિંગ (Fraud With Hardik Pandya)માં ફરિયાદ મળ્યા બાદ કેસ નોંધવામાં આવ્યો છે અને વૈભવની પણ ધરપકડ કરવામાં આવી છે.

વૈભવે હાર્દિક-કૃણાલ સાથે 4.3 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી



વર્ષ 2021માં હાર્દિક અને કૃણાલે તેમના સાવકા ભાઈ વૈભવ પંડ્યા સાથે પોલિમર બિઝનેસ શરૂ કર્યો હતો. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ મુજબ આ કંપનીમાં હાર્દિક (Fraud With Hardik Pandya) અને કૃણાલની 40-40 ટકા ભાગીદારી હતી, જ્યારે વૈભવ પાસે 20 ટકા હિસ્સો હતો. ભાગીદારીની શરતો અનુસાર, કંપનીમાં નફો પણ આ શેર પ્રમાણે વહેંચવાનો હતો. બિઝનેસમાં થયેલો નફો હાર્દિક અને કૃણાલને આપવાને બદલે વૈભવે એક અલગ કંપની બનાવી અને તેમાં રોકાણ કર્યું હતું, જેના કારણે હાર્દિક અને કૃણાલને લગભગ 4 કરોડ 30 લાખ રૂપિયાનું મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. હવે આ જાણ્યા બાદ હાર્દિક-કૃણાલે વૈભવ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું નક્કી કર્યું અને તેમની ફરિયાદના આધારે મુંબઈની આર્થિક ગુના શાખાએ તેની ધરપકડ કરી છે.


હાર્દિક અને કૃણાલ IPL 2024માં વ્યસ્ત

જો હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાની વાત કરીએ તો બંને ભાઈઓ હાલ આઈપીએલની 17મી સીઝનમાં વ્યસ્ત છે, જ્યારે હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે, ત્યારે કૃણાલ પંડ્યા લખનઉ સુપર જાયન્ટ્સ ટીમનો ભાગ છે. હાર્દિક માટે આ સિઝન અત્યાર સુધી સારી રહી નથી, કેપ્ટનશિપ સિવાય બેટ અને બોલથી પણ કૃણાલે 7મી એપ્રિલે લખનઉ અને ગુજરાત વચ્ચે રમાયેલી મેચમાં બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાની ટીમની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.


સતત ત્રણ મૅચ હાર્યા પછી હાર્દિક પંડ્યા સોમનાથ મહાદેવના શરણે

ટીમ ઇન્ડિયાના ઑલરાઉન્ડર અને મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન હાર્દિક પંડ્યાએ સૌરાષ્ટ્રમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં દેવાધિદેવ સોમનાથ મહાદેવનાં દર્શન કરીને આધ્યાત્મિક પૉઝિટિવ ઊર્જા મેળવીને ધન્યતા અનુભવી હતી.

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં હાર્દિક પંડ્યા દોઢ કલાક સુધી રોકાયો હતો. એ દરમ્યાન તેણે સોમનાથ મહાદેવમાં પૂજાસામગ્રી અર્પણ કરીને જળાભિષેક કર્યો હતો અને બે હાથ જોડીને દાદા સમક્ષ નતમસ્તક થઈને દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. હાર્દિક પંડ્યાએ મંદિરમાં ૪૫ મિનિટ સુધી સોમેશ્વર મહાપૂજા કરી હતી અને ધ્વજપૂજન કરી, આરતી ઉતારીને ધન્યતા અનુભવી હતી. સોમનાથ ટ્રસ્ટના જનરલ મૅનેજર વિજયસિંહ ચાવડાએ સોમનાથ મહાદેવનું સ્મૃતિચિત્ર અને પ્રસાદ આપીને હાર્દિક પંડ્યાનું અભિવાદન કર્યું હતું. હાર્દિક પંડ્યા એકલો સોમનાથ મહાદેવનાં દર્શન કરવા પહોંચ્યો હતો. તે મંદિર પરિસરમાં ફર્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

11 April, 2024 01:33 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK