ભૂતપૂર્વ ભારતીય સ્પિનર અમિત મિશ્રા હાલમાં સોશ્યલ મીડિયા પર દેશના મોટા મીડિયા હાઉસ પર ભડક્યો છે. કાનપુરના એક રણજી પ્લેયર અમિત મિશ્રા પર હાલમાં તેની પત્નીએ ઘરેલુ હિંસા અને દહેજ માગવાનો કેસ દાખલ કર્યો હતો.
કાનપુરનો રણજી પ્લેયર અમિત મિશ્રા
ભૂતપૂર્વ ભારતીય સ્પિનર અમિત મિશ્રા હાલમાં સોશ્યલ મીડિયા પર દેશના મોટા મીડિયા હાઉસ પર ભડક્યો છે. કાનપુરના એક રણજી પ્લેયર અમિત મિશ્રા પર હાલમાં તેની પત્નીએ ઘરેલુ હિંસા અને દહેજ માગવાનો કેસ દાખલ કર્યો હતો. એવો પણ આરોપ લગાડ્યો છે કે ક્રિકેટરના પરિવારે તેમનાં લગ્ન દરમ્યાન ૧૦ લાખ રૂપિયા અને એક કારની માગણી કરી હતી. પત્નીએ તેની ફરિયાદમાં એક કરોડ રૂપિયાના વળતરનો દાવો કર્યો હતો.
આ સમાચાર માટે ઉત્તર પ્રદેશના આ ક્રિકેટરના બદલે દિલ્હીના પ્રતિષ્ઠિત પ્લેયર અમિત મિશ્રાના ફોટોનો ઉપયોગ કેટલાંક મીડિયા પોર્ટલે પોતાની વેબસાઇટ પર કર્યો હતો. આ ઘટના બાદ ૪૨ વર્ષના અનમૅરિડ અમિત મિશ્રાએ ટ્વિટ કરી કે ‘મીડિયામાં જે પ્રસારિત થઈ રહ્યું છે એનાથી હું ખૂબ જ નિરાશ છું. મેં હંમેશાં પ્રેસનો આદર કર્યો છે, પરંતુ જો સમાચાર સાચા હોય તો પણ વપરાયેલો ફોટો મારો છે જે સંપૂર્ણપણે ખોટું છે. અસંબંધિત સ્ટોરી માટે મારી તસવીરનો ઉપયોગ તાત્કાલિક બંધ થવો જોઈએ, નહીં તો મને કાનૂની કાર્યવાહી કરવાની ફરજ પડશે.’

